MORBI:શેરીમાં સાઈકલ ચલાવવા બાબતે મહિલા સહીત ચાર શખ્સોએ પતિ પત્ની સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના વાવડી રોડ શ્રીજી પાર્ક ખાતે રહેતા હિતેષભાઇ કેશવલાલ કુંડારીયાએ તેમની જ શેરીમાં રહેતા આરોપી અનીશાબેન ફીરોજભાઇ સિપાઇ, અસલમ ઘાંચી, સુભાન જેડાનો નાનો ભાઇ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૨૭ના રોજ રાત્રિના સમયે હિતેશભાઈ તેમના ધર્મપત્ની હેતલબેન સાથે ઘરની બહાર બેઠા હતા અને તેમનો નાનો દીકરો પ્રિયાંશ શેરીમાં સાયકલ ચલાવી રહ્યો હતો. થોડીવારમાં પ્રિયાંશ રડતા રડતા ઘરે આવ્યો હતો જેથી હેતલબેન શેરીમાં ઊભા રહીને એવું કહ્યું હતું કે, ‘આ રોડ કોઈનો પર્સનલ નથી.

આ વાત આરોપી અનીશાબેનએ સાંભળતા તે ઘરની બહાર નીકળી હતી અને આ બાબતે હેતલબેન પાસે આવી બોલાચાલી કરી હેતલબેનને તમાચો મારી દીધો હતો. આ બનાવ બનતા હિતેશભાઈ ત્યાં આવી ગયા હતા અને તેણે અનીશાને કહ્યું હતું કે તમે આ પ્રકારે મારી પત્નીને ગાળો ન આપો. જેથી આરોપી અનિશાબેને અન્ય આરોપીઓને પણ ઘટનાસ્થળે બોલાવી લીધા હતા.આરોપીઓએ હિતેશભાઈનો કાંઠલો પકડીને તેને એવી ધમકી આપી હતી કે, અમે લોકો વાતો કરવા વાળા નથી તમને છરીનો ઘા મારી દેશું હોં. તેવી ધમકી આપી ચારેય આરોપીઓએ હિતેશભાઈ અને હેતલબેન ને બેફામ ગાળો ભાંડી હતી અને જતા જતા એવું કહ્યું હતું કે આ શેરીમા કાંઇ ઉંચા નીચો થયો છો તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી હિતેશભાઈ ને આપીને જતા રહ્યા હતા.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે








