

બોડેલીમાં આવેલી સફાયર પબ્લિક સ્કૂલમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો .જેમાં વર્ષ દરમિયાન થયેલી વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ, ઉત્સવમાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને તેમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કર્યા છે તેવા વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શાળા તરફથી વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ કરે, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. જેમાં દિલ્હી આયોજિત અવંતિકા કલ્ચરલ ઓલમ્પિયાડ “ચિત્ર સ્પર્ધા”માં પ્રથમ ત્રણ નંબર આવેલા વિદ્યાર્થીઓને 12 ગોલ્ડ, 13 સિલ્વર અને 24 બ્રોન્ઝ મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરે તેવા આચાર્ય હિતેશ પરમાર દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
આમ ,વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









