GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં પૂર્વ પતિએ પરિણીતાના ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

MORBI:મોરબીમાં પૂર્વ પતિએ પરિણીતાના ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબીમાં મહેન્દ્રનગર નજીક આવેલ સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતી પરિણીતાએ આરોપી સાથે છૂટાછેડા લઇ અન્ય સાથે લગ્ન કરી લેતા જેનો ખાર રાખી આરોપીએ કુહાડી સાથે પરિણીતાના ઘરમાં આતંક મચાવ્યો હતો. અને ઘરનો સમાન વેરવિખેર કરી તોડફોડ કરી પરિણીતા અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવ અંગે પરિણીતા દ્વારા પૂર્વ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર મહેન્દ્રનગર નજુક આવેલ આઈટીઆઈ કોલેજ સામે સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા ભારતીબેન કુલદીપભાઇ રાઠોડ ઉવ.૩૦ એ આરોપી મહેશભાઇ તુલશીભાઇ પરમાર રહે પ્રેમજીનગર પાણીના અવાળા વારી શેરી તા જી મોરબી વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ભારતીબેનના આરોપી મહેશભાઈ સાથે અગાઉ લગ્ન થયેલ હોય અને જેમા ભારતીબેને કોર્ટ દ્વારા છુટાછેડા લઇ લીધેલ હોય અને કુલદીપભાઈ રાઠોડ સાથે લગ્ન કરેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપી મહેશભાઈ કુવાડી જેવા હથીયાર લઈ ભારતીબેનના ઉપરોક્ત ઘરમા પ્રવેશ કરી બંને પતિ પત્નીને ગાળો આપી ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. બાબાવ અંગે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા આગળની તપાસ ચલાવી છે.

[wptube id="1252022"]
Back to top button