Halvad:હળવદ પત્નીને રીસામણેથી પરત લાવવાનું કહેતા સારૂં નહીં લાગતાં સમાજના આગેવાનો ઉપર છરી વડે હુમલો

હળવદ પત્નીને રીસામણેથી પરત લાવવાનું કહેતા સારૂં નહીં લાગતાં સમાજના આગેવાનો ઉપર છરી વડે હુમલો
હળવદના બસ સ્ટેન્ડ પાછળ બનેલ ઘટનામાં સમાજના આગેવાનો દ્વારા આરોપીની પત્ની રીસામણે હોય જેને સમજાવી રીસામણેથી પરત લાવવાનું કહેતા સારું નહિ લાગતા એકદમ ઉશ્કેરાઈને આરોપીએ સમાજના આગેવાનો ઉપર છરી વડે હુમલો કરતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વિશાલ જયસ્વાલ હળવદ

મળતી માહિતી અનુસાર હળવદના બસ સ્ટેન્ડ પાછળ રહેતા સાગરભાઇ સવજીભાઇ રાઠોડ એ આરોપી કાળુભાઇ મંગાભાઇ મલ્લ રહે- હળવદ બસ સ્ટેશન પાછળ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી કે આરોપી કાળુભાઇની પત્ની રીસામણે હોય જેથી સમાજના આગેવાનોએ આરોપીને તેની પત્નીને તેડી લાવવા સમજાવવા ગયેલ હોય જે આરોપીને સારૂ નહી લાગતા જે બાબતનો ખાર રાખી જાહેરમાં ગાળો બોલતા હોય જેથી ફરીયાદી સાગરભાઈએ ગાળો નહી બોલવા સમજાવવા જતા આરોપીએ તેના છકડામાંથી છરી કાઢીને સાગરભાઈના જમણા હાથની ટચલી આંગળી પર ઘા કરીને મુંઢ ઇજા કરી અને સાહેદ જયંતિભાઇ દ્વારા બંનેને છોડાવવા જતા સાહેદ જયંતિભાઇના ડાબા પગના સાથળના ભાગે ફુટની ઇજા કર્યાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ૩૨૪, ૩૨૩,૫૦૪, ૧૧૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








