GANDHIDHAMKUTCH

મહેશ્વરી યુવા સંગઠન કચ્છ અને ગાંધીધામ આયોજિત માસિક નિશુલ્ક યોગ શિબિર અને મેહંદી આર્ટ ક્લાસના તાલીમાર્થી પ્રમાણપત્ર વિતરણ અને મેહંદી સ્પર્ધા કાર્યક્રમ ગાંધીધામ ખાતે યોજાયો.

27-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

શ્રીમતી માલતીબેન મહેશ્વરી સતત બીજીવાર ગાંધીધામના ધારાસભ્ય બનતા સમાજ ગૌરવ સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું .

ગાંધીધામ કચ્છ :- મહેશ્વરી યુવા સંગઠન કચ્છ અને ગાંધીધામ દ્વારા નિશુલ્ક યોગ શિબિર અને મહેંદી આર્ટ ક્લાસનું તા. ૦૯/૦૫/૨૦૨૩ થી ૦૮/૦૬/૨૦૨૩ સુધી ગાંધીધામના કિડાણા, સેક્ટર ૭, ભારતનગર કેન્દ્રો ખાતે આયોજન ૨ કરવામાં આવેલ હતું. જે શિબિરમાં એક મહિનો સુધી તાલીમ મેળવેલ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને મેહંદી સ્પર્ધાનું કાર્યક્રમ મહેશ્વરી સમાજવાડી સેક્ટર ૭ ગાંધીધામ ખાતે તા. ૨૫/૦૬/૨૦૨૩ના રોજ યોજવામાં આવ્યું.આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી માલતીબેન કે. મહેશ્વરી (ધારાસભ્ય શ્રી ગાંધીધામ વિધાનસભા), આશીર્વચન શ્રી ધીરજ દાદા માતંગ (પ્રમુખશ્રી અખિલ ભારત માતંગ મંડળ), શ્રી અશોકભાઈ ઘેલા (પ્રમુખશ્રી ગાંધીધામ કોમ્પ્લેક્ષ મહેશ્વરી સમાજ), જીવરાજભાઈ ભાંભી (મહામંત્રી ગાંધીધામ કોમ્પ્લેક્ષ મહેશ્વરી સમાજ), ગોવિંદભાઈ દનીચા (પ્રમુખ માનવતા ગ્રુપ), કરશનભાઈ દનીચા (પ્રમુખ સેક્ટર ૭ મહેશ્વરી સમાજ), દીપેનભાઈ જોડ (નિવૃત ડેપ્યુટી ઈજનેર નર્મદા), શીવજીભાઈ કોચરા (પ્રમુખ જૂની સુંદરપુરી મહેશ્વરી સમાજ), કાનજીભાઈ સોલંકી (પ્રમુખ ગળપાદર મહેશ્વરી સમાજ), પ્રહલાદભાઈ ઠોટીયા (પ્રમુખ નવી સુંદરપુરી મહેશ્વરી સમાજ), કમલેશભાઈ ફફલ (પ્રમુખ કિડાણા મહેશ્વરી સમાજ), મનીષાબેન ધુવા (નગરસેવિકા વોર્ડ ૧૩) વગેરે મંચસ્થ રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અંજાર મહેશ્વરી યુવા સંગઠન પ્રમુખ ડૉ. યજ્ઞેશભાઈ ધોરીયાએ કર્યું હતું. ત્યારબાદ સર્વે મહામાનોનું બોલપેન અને ફૂલનો ગુલદસ્તો આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું.આખો મહિનો યોગ શિબિર માટે આંતરરાષ્ટ્રીય ગોલ્ડમેડલિસ્ટ શૈલેષભાઈ સુંઢા અને મહેંદી ક્લાસ માટે મહેંદી આર્ટિસ્ટ સુમનબેન મહેશ્વરી નિશુલ્ક સેવા આપી હતી તેઓ બંને નું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.મેહંદી સ્પર્ધા યોજવામાં આવી જેમાં કિડાણા કેન્દ્ર, સેક્ટર ૭ કેન્દ્ર અને ભારતનગર કેન્દ્રમાં પ્રથમ, દૃતીય અને તૃતીય ક્રમે આવેલ વિજેતાઓને મહેમાનોના હસ્તે ઇનામ આપવામાં આવેલ.શ્રીમતી માલતીબેન કે. મહેશ્વરી સતત બીજીવાર ગાંધીધામ વિધાનસભામાં જંગી બહુમતીથી ચૂંટાઈ આવતા સમાજનું ગૌરવ વધારેલ જેથી તેઓશ્રીનું સમાજ ગૌરવ સન્માન પુરસ્કાર આપી મહેશ્વરી યુવા સંગઠન કચ્છ જીલ્લા ટીમ દ્વારા સન્માન કરવામાં આવેલ.ત્યારબાદ શ્રી ધીરજદાદા માતંગએ કાર્યક્રમને બિરદાવી સર્વેને આશીર્વાદ પાઠવ્યા હતા. ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે મહેશ્વરી યુવા સંગઠન હંમેશા સમાજમાં અવનવા કાર્યક્રમ આપી સમાજ ઉપયોગી કાર્યો કરે છે. યુવા સંગઠનના દરેક કાર્યક્રમ સહયોગ હોય છે અને સહયોગ આપતા રહીશું એવું જણાવી નિશુલ્ક સેવા આપનાર શૈલેશભાઈ અને સુમનબેનને બિરદાવ્યા અને સફળ કાર્યક્રમ બદલ મહેશ્વરી યુવા સંગઠનને અભિનંદન પાઠવ્યા હતા.આભારવિધિ મુન્દ્રા મહેશ્વરી યુવા સંગઠન પ્રમુખ અરવિંદભાઈ રોલાએ કરી હતી. મેહંદી સ્પર્ધાના જજ તરીકે રજનીબેન આયડી, મેઘનાબેન ભર્યા અને લક્ષ્મીબેન દસારીએ સેવા આપી હતી. જયારે નાનુબેન ધુવા, વંદનાબેન ધુવા, વાલુબેન ધેડા, કવિતાબેન બળિયા, વંદનાબેન થારુ, કવિતાબેન ઝંઝક સહયોગી તરીકે સેવા આપી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશ્વરી યુવા સંગઠન કચ્છ જિલ્લા પ્રમુખ એન્જી. કિશોરભાઈ ધુવા, મહામંત્રી તથા કાર્યક્રમ સંયોજક પ્રેમભાઈ બળિયા, પ્રભારી વિશાલભાઈ મહેશ્વરી, શૈક્ષણિક સલાહકાર ડૉ. યજ્ઞેશ ધોરીયા, મંત્રી આંનદભાઈ ધુવા, મંત્રી અરવિંદભાઈ રોલા, મંત્રી કાનજીભાઈ સીજુ, સંગઠનમંત્રી રાજેશભાઈ આયડી, સભ્ય કિશોરભાઈ માતંગ, મહેશ્વરી યુવા સંગઠન ગાંધીધામ પ્રમુખ ડૉ. કિશનભાઈ કટુઆ, કાર્યકારી પ્રમુખ કિશોરભાઈ મતિયા, મહામંત્રી શ્યામભાઈ માતંગ, સભ્ય હસુદાદા માતંગ તેમજ કચ્છ જિલ્લા ટીમ અને ગાંધીધામ ટીમે ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન્જી. કિશોરભાઈ ધુવાએ કર્યું હતું. તેવું જીલ્લા મહામંત્રી પ્રેમભાઈ બળિયાની યાદીમાં જણાવવામાં આવે છે.

 

[wptube id="1252022"]
Back to top button