MORBI:મોરબીમાં યુવક સાથે રૂપિયાની છેતરપિંડી કરનાર બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

MORBI:મોરબીમાં યુવક સાથે રૂપિયાની છેતરપિંડી કરનાર બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો
મોરબી: મોરબીમાં યુવકને બે શખ્સોએ ઈકો કાર ત્રણ લાખમાં વેચી યુવક પાસેથી ૧,૫૦,૦૦૦ લઇ બાકિની રકમ એક મહિના પછી આપવાનું નક્કી કરી ઈકો ગાડી યુવકને સોપી ગાડીના અસલ ડોક્યુમેન્ટ લેવા જવાનું કહી યુવક પાસેથી ઈકો કર લઈ જઈ ઈકો કાર અન્ય ને વેચી દઈ ઈકો ગાડી તથા દોઢ લાખ રૂપિયા યુવકને પરત નહીં કરી યુવક સાથે છેતરપિંડી કરી હતી.આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મનોજભાઇ રમેશભાઈ જાદવ (ઉ.વ.૩૦)રહે. મોરબીના કાલીકા પ્લોટ શેરી નં -૪ રામદેવપીરના મંદિર પાસે તા.જી. મોરબીવાળાએ આરોપી અનીલભાઈ ડાયાભાઇ જાદવ રહે. કાલીકા પ્લોટ શેરી નં -૦૪ રવાપર રોડ મોરબી તથા મણીલાલ કરશનભાઇ કાલરીયા રહે. જીવાપર (ચકમપર) તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૦૭-૨૦૨૩ ના રોજ આરોપી અનીલભાઇ તથા મણીલાલ એકબીજા ભેગા મળી ફરીયાદીને વિશ્વાશમા લઈ આરોપી મણિલાલની માલીકીની મારૂતી સુઝુકી ઇકો ગાડી રજીસ્ટર નં-જીજે-૩૬-એલ-૬૧૬૮ વાળી રૂ.૩,૦૦,૦૦૦/- લાખમા વેચાણ કરી સોદો નક્કી કરી ફરીયાદીને નોટરી રૂબરૂ વેચાણ કરાર કરી ફરીયાદી પાસેથી રોકડા રૂ.૧,૫૦,૦૦૦/- લઇ બાકીની રકમ એક મહીના પછી આપવાનુ નક્કી કરી ઇકો ગાડી ફરીયાદીને સોંપી ગાડીના અસલ ડોક્યુમેન્ટ લેવા જવાનુ કહી ફરીયાદી પાસેથી વેચાણ કરેલ ઇકો ગાડી લઇ જઇ ઇકો ગાડી તથા ફરીયાદી પાસેથી લીધેલ રોકડા રૂપીયા ૧,૫૦,૦૦૦/- પરત ન આપી વેચાણ કરેલ ઇકો ગાડી અન્ય કોઇને વેચાણ કરી આપી ફરીયાદી સાથે વિશ્વાસધાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મનોજભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે








