GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં પ્રેમ સંબંધ બાબતે યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો

મોરબીમાં પ્રેમ સંબંધ બાબતે યુવક પર ત્રણ શખ્સોનો હુમલો

મોરબી: મોરબીના વાવડી રોડ પર ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં દરગાહની સામે રહેતા યુવકની ભત્રીજીના પ્રેમ સંબંધ બાબતે યુવકને ગાળો આપી ત્રણ શખ્સોએ મુંઢમાર મારી યુવક પર ધારીયા વડે ઘા મારી ઈજા કરી હતી તેમજ યુવકની ભત્રીજી મદિનાને શખ્સે લોખંડના પાઇપ વડે ઈજા કરી હતી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં દરગાહની શેરીમાં રહેતા શકીલભાઈ સબીરભાઈ બ્લોચ (ઉ.વ.૪૦) એ આરોપી નીજામભાઇ નુરૂભાઈ મકરાણી, મહંમદ નુરૂભાઈ મકરાણી બંને રહે. કાલીકા પ્લોટ તથા આદીલ અબ્દુલભાઇ રહે. વાવડી રોડ ક્રિષ્નાપાર્ક સોસાયટી દરગાહની સામેની શીરીમા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૧૧-૨૦૨૩ ના સાંજના છએક વાગ્યાના અરસામાં આરોપીઓએ ફરીયાદીની ભત્રીજી શાયના તથા આદીલના પ્રેમ સંબધ બાબતે આરોપી નીજામભાઇએ ફરીયાદીને ગાળો આપી આરોપી નીજામભાઇ, મહંમદ, તથા આદીલએ ફરીયાદીને ઢિકાપાટુનો મુંઢમાર મારી આરોપી આદીલએ ફરીયાદીને ધારીયા વડે એક ઘા મોંઢાના જમણા ગાલ ઉપર મારી ગંભીર ઇજા કરી તથા આરોપી મહંમદએ ફરીયાદીની ભત્રીજી મદિનાને લોંખડના પાઇપ વતી બંન્ને પગમા મુંઢ ઇજાઓ કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર શકીલભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button