અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ
અરવલ્લી : આતુરતા નો અંત :વલ્લી (મોડાસા ) થી રેલ્લાંવાડા હિંમતપૂર સુધીના માર્ગનું કરાશે ખાતમુહર્ત
છેલ્લા દસ વર્ષ ની આતુરતા નો અંત હવે આવ્યો જેમાં મોડાસા થી રેલ્લાંવાડા સુધી દરરોજ હજારો મુસાફરો ની મુસાફરી થતી હતી જેમાં કાચા રસ્તાના અભાવ ને કારણે ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હતો જે અંગે રસ્તા બાબતે દરખાસ્ત કરવામાં આવી અને 8 કરોડ થી વધુ અને 14 કિમિ જેટલા રસ્તાની મંજૂરી મળતા આનંદ છવાયો હતો અને હવે એ રસ્તાના આતુરતા નો અંત હવે આવી ગયો અને નવીન રસ્તાનું ખાતમુહર્ત કરી કામ હાથ ધરવામા આવશે
ભિલોડા મેઘરજ ના ધારાસભ્ય પી સી બરંડા ના જણાવ્યા અનુસાર નવીન મંજુર થયેલ રસ્તાનું ખાતમુહર્ત આગામી નવરાત્રીના બીજા નોરતાએ કરવામાં આવશે જેમાં રેલ્લાંવાડા ખાતે મેઘરજ તેમજ મોડાસા રોડ ચોકડી પર આ નવીન રસ્તા નું ખાતમુહર્ત કરાશે તેમ જણાવ્યું હતું ત્યારે આ નવીન રસ્તો આશરે 14 કિમિ જેટલો તેમજ 8 કરોડ થી વધુ રૂપિયાનો આ રસ્તો બનશે જેના કારણે નવીન રસ્તો મંજુર થતા ખુશી ની લાગણી વ્યક્ત કરી હતી આમ નવી રસ્તાનું ખાતે મુહર્ત ધારાસભ્ય પી સી બરંડા ના હસ્તે કરવામાં આવશે જેને લઇ રેલ્લાંવાડા તેમજ આજુબાજુ ના ગામના લોકોને હવે નવીન રસ્તો બનતા મુશ્કેલી નો સામનો નઈ કરવો પડે અને સમય સર મોડાસા ખાતે પોંહચાશે