MORBI : અનુસૂચિત જાતિના યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર રાણીબા અને તેના સાગરીતો સામે આક્રોશ સાથે આવેદનપત્ર પાઠવ્યું

મોરબી : મોરબીમાં પોતાની જાતને રાણીબા તરીકે ઓળખવાતી યુવતી અને તેના સાગરીતોએ યુવાન ઉપર કરેલા અમાનુષી અત્યાર સામે આજે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિના બહોળા સમુદાયે પ્રચંડ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મહિલાઓએ હાય હાયના નારા લગાવી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકોએ કલેકટરને આવેદન આપી કહેવાતી રાણીબા અને તેના સાગરીતોને તાકીદે પકડી કડક કાર્યવાહી કરો અન્યથા અહીંથી હટીશું નહીં તેવો હુંકાર ભણ્યો હતો. જો કે, જિલ્લા કલેકટર કાર્યક્રમમાં વ્યસ્ત હોય કચેરીએ મોડા પહોંચતા રજૂઆતકર્તાઓએ રોષ વ્યક્ત કર્યો હતો.જો કે, જિલ્લા કલેકટર કાર્યક્રમમાં વ્યસ્ત હોય કચેરીએ મોડા પહોંચતા રજૂઆતકર્તાઓએ રોષ વ્યક્ત કર્યો હતો બાદમાં જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાએ વિચાર વિમર્શ કરી આરોપીઓને સાંજ સુધીમાં પકડી પાડવા ખાતરી આપતા રોષ શાંત પડ્યો હતો.
મોરબી જિલ્લાના સમસ્ત અનુસૂચિત જાતિના ભાઈઓ તથા બહેનો સહિત મોટી સંખ્યામાં આજે જિલ્લા કલેકટર કચેરીએ ઉમટી પડી જય ભીમના નારા લગાવી કહેવાતી રાણીબા સામે નારેબાજી લગાવી કલેકટર ઓફિસમાં પહોંચી કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, મોરબીમાં પોતાની જાતને રાણીબા ઓળખાવી સોશ્યલ મીડિયામાં હાઈ પ્રોફાઈલ જીવન જીવતી હોય એવો રુઆબ દેખાવડા સીન સપાટાવાળા વીડિયો-ફોટો શેર કરતી વિભૂતિ પટેલ નામની યુવતીએ પોતાના સાગરીતો સાથે મળીને તેમની ટાઇલ્સ એક્સપોર્ટ કંપનીમાં નોકરી કરનાર નિલેશભાઈ નામનો યુવાન 16 દિવસનો પગાર માંગવા જતા અમાનુષી અત્યાચાર આચારો આ કહેવાતી રાણીબાએ રોફ જમાવવા યુવાનને મોઢામાં પગરખું લેવા મજબુર કરી એકદમ હીન પ્રકારનું કૃત્ય આચર્યું હતું. જો કે આ કહેવાતી રાણીબા રાજકીય ઓથ ધરાવતી હોવાથી પોલીસે પણ અમુક કલમો લગાડી ન હોવાનો આક્ષેપ કરી આ યુવતી અને તેની ગેંગએ કાવતરું કરીને માર મારી લૂંટ કરી હોવા છતાં આરોપીઓ સામે આ ગંભીર ગુનાની કલમો લગાડી ન હોવાનું આક્રોશભેર જણાવ્યું હતું.
વધુમાં આવેદનપત્રમાં રજુઆત કરત જણાવ્યું હતું કે, જાહેરમાં આરોપીઓએ યુવાનને બફામ મારી અત્યાચાર ગુજાર્યો હોવા છતાં આ ગંભીર ગુનામાં પોલીસે આરોપીઓ સામે એક્શન લીધા નથી અને આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયાનું દર્શાવી તત્કાળ કોઈ કાર્યવાહી ન કરી હોવાથી અનુસૂચિત સમાજે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી આ ગંભીર ગુનામાં પોલીસ અધિકારીઓ ભોગ બનનારને ન્યાય આપી શકતા ન હોય તો તેમને મોરબી છોડી દેવું એવા પણ આકારા પ્રહારો કર્યા હતા. આ ઘટના અંગે અનુસૂચિત જાતિના લોકોએ કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું પણ ધ્યાન દોરી સરકાર તેમજ પોલીસ તંત્ર અને કલેકટર સહિતના અધિકારીઓ કહેવાતી રાણીબા અને તેના સાગરીતોને તાત્કાલિક પકડી આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાવતરા અને લૂંટની કલમ લગાવીને કોઈ દિવસ અનુસૂચિત જાતિ ઉપર કોઈપણ વ્યક્તિ બીજી વખત આવું હીન કૃત્ય ન કરે તેવો સબક શીખવાડી કડક કાર્યવાહી કરવાની માંગ હતી.
ઉલ્લેખનીય છે કે, આજરોજ જિલ્લા કલેકટર સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી કચેરીએ મોડા પહોંચતા અનુસૂચિત જાતિ સમાજ ઉપર થયેલા અત્યાચાર મામલે આવેદનપત્ર પાઠવવા આવેલા નાગરિકોમાં રોષ વ્યાપ્યો હતો અને જ્યાં સુધી કહેવાતી રાણીબા સહિતના તમામ ગુન્હેગારોને પકડી પાડવામાં ન આવે ત્યાં સુધી રજૂઆતકર્તાઓએ કચેરીમાંથી નહીં હટવા પણ રોષ ભેર જણાવ્યું હતું.બીજી તરફ બનાવની ગંભીરતા જોતા જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા પોલીસવડા સાથે વિચાર વિમર્શ કરી સાંજ સુધીમાં આરોપીઓને પકડી પાડવાની ખાતરી આપતા રજૂઆતકર્તાઓનો રોષ સાથે મોટી સંખ્યામાં આવેદનપત્ર પાઠવતા તસવીર મધ્યમાન થાય છે.