
મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર વિધર્મી યુવક ઝડપાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હોય સગીરાની માતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ખાતે મુસ્તુફા દલવાણી સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતુ કે, મોરબીના રવાપર રોડ ઉપર આવેલા ગારમેન્ટની દુકાનમાં આરોપી મુસ્તુફા દલવાણી કામ કરે છે ત્યાં આવેલ ચેન્જ રૂમમાં ફરિયાદીની સગીર દીકરીને લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટો પડી લીધા હતા જેને વાયરલ કરવાની તેમજ સગીરાની માતાને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી અને તેને રવાપર ગામ પાસે આવેલ ફૂડ એન્ડ જોય નામના કાફેમાં આવેલ બોક્સમાં પણ સગીરા સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું જેથી સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૩૭૬ (૨) એન, ૫૦૬ (૨), પોક્સો ૫ એલ અને ૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા તેવામાં મહિલા પીએસઆઈ પી.આર. સોનારા અને તેની ટિમ દ્વારા આ ગુનામાં આરોપી મોરબી મુસ્તુફા સાજીદભાઈ દલવાણી જાતે સંધિ મુસ્લિમ (૧૯) રહે. મધર ટેરેસ ડેલાની સામે ભવાની સોડા વાળી શેરી કાલિકા પ્લોટ રવપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે









