
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા
પોલીસ મહાનીરીક્ષકશ્રી રાજકોટ વિભાગ,રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબનાઓના તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ પ્રોહી.જુગારના કેસો શોધી કાઢવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે વાંકાનેર સી.પી.આઇ.શ્રી, વી.પી.ગોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સ.બી.પી.સોનારા તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય નાઇટ રાઉન્ડ દરમ્યાન પોલીસ કોન્સ. સંજયસિંહ જાડેજા નાઓને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે જયદેવ ચોકમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો સાત ઇસમોને રોકડ રૂ.૧૦,૨૩૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરવામાં આવેલ છે.

(૧) મુકેશભાઇ રઘાભાઇ કોબીયા ઉવ.૪૪ (ર) મુકેશભાઇ બચુભાઇ જોગરાજીયા ઉવ.૪૭ (૩) વિજયભાઇ રાજુભાઇ કોબીયા ઉવ.ર૮ (૪) શૈલેષભાઇ ધીરૂભાઇ કોબીયા ઉવ.૩૦ (૫) સાગરભાઇ શામજીભાઇ મકવાણા ઉવ.ર૩ (૬) આંબાભાઇ ઉર્ફે હકા કાકા મેહુલભાઇ કોબીયા ઉવ.૪૦ (૭) સંજયભાઇ કરશનભાઇ જોગરાજીયા ઉવ.ર૯ રહે.બધા કોઠારીયા ગામ તા.વાંકાનેર જી.મોરબી પકડી પાડી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી








