MORBI:મોરબીના જેપુર ગામે તસ્કરોએ પાંચ મકાનના તાડા તોડી ચોરી કરીને રફુ ચક્કર

MORBI:મોરબીના જેપુર ગામે તસ્કરોએ પાંચ મકાનના તાડા તોડી ચોરી કરીને રફુ ચક્કર
પોલીસની નાઈટ પેટ્રોલિંગની વાતો કરતી ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવી ઘટના સામે આવી

MORBI -મોરબી નાં જેપુર ગામે મોડી રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી અને પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠિયા,મગનભાઈ શેરસીયા હરેશભાઈ સાણજાના મકાન સહિતકુલ ૫ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તસ્કરોએ પૂર્વ સરપંચ કુંવરજીભાઈના મકાનના પાછળના દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ પેટી પલંગ વેર વિખેર કરી નાખી હતી અને તેમાંથી ૬ લાખ રોકડા સોનાના બે ડોકિયા, ૫ સોનાની બુટ્ટી,૬ સોનાની વીટી સહીત ૨૮ તોલા દાગીનાની ચોરી કરી હતી આ ઉપરાંત આસપાસના અન્ય મકાનમાં પણ ચોરી કરી હતી અંદાજીત ૨૫ લાખના મુદ્દામાલ પર તસ્કરો હાથ સાફ કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે હાલ આં અંગે વિરલભાઈ કાવઠીયાએ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ, એલસીબી સહિતની પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ તપાસ શરુ કરી છે