MORBIMORBI CITY / TALUKO

રાજકોટ ગુણાતીતનંગરમાં માથાભારે શખ્સોએ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ ખડકી દેતા કરાઈ રજુઆત

સબ હેલ્ડિંગ: તમારે જ્યાં જવુ ત્યાં જાવ જેવી ધમકી આપતા ગેરકાયદેસર બાંધકામ કરનાર માથાભારે શખ્સો

ગુણાતિતનગરમાં રહેતા પરીવારે રજુઆત કરવા છતાંય મહાનગરપાલિકા હજુ સુધી ઈંટ નહી હટાવી શકતા રોષ મહાનગરપાલિકા મૌન કેમ ?

(અહેવાલ: જયેશ બોખાણી)

 

રાજકોટ ગુણાતીતનગરમાં રહેતા પરીવારની માલીકની જમીન સાથે સરકારી જમીન ઉપર અમુક માથાભારે શખ્સોએ દબાણ ઉભુ કરી બાંધકામ ખડકી દેતા ગુણાતીતનગરમાં રહેતા મુકેશભાઈ જીવાભાઈ માલવી દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં રજુઆત કરાઈ હતી.

રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ સોમનાથ શેરી નં.૩માં રહેતા અજય.એચ.તન્ના અને રચિત અજયભાઈ તન્નાની જુગલજોડી માથાભારે અને ઝનુની છાપ ધરાવતા હોય આ બંને શખ્સોએ ગુણાતીતનગરમાં રહેતા પરીવારની માલીકની જમીન સાથે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર મકાનોનુ બાંધકામ કરતા માથાભારે શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માલવી મુકેશભાઈએ મહાનગરપાલિકામાં રજુઆત કરી કાયદેસરની કાનુની કાર્યવાહી કરવા રજુઆત કરેલ છતા આજદિન સુધી મહાનગરપાલિકા મૌન બની એક ઈંટ પણ નહી હટાવી શકતા સ્થાનીક રજુઆતકર્તામાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

માલીકીની જમીન સાથે સરકારી જમીન ઉપર મકાનનુ ગેરકાયદેસર બાંધકામ કરતા માથાભારે શખ્સો વિરૂદ્ધ રજુઆત કરવા છતા આજદીન સુધી કામગીરી અટકાવવામાં કે આ બંને શખ્સો સામે કોઈ પગલા ન ભરાતા રાજકોટ મહાનગરપાલિકાના જેતે લાગતા વળગતા માથાભારે શખ્સો સામે ઘુટણીયે પડી ગયા હોય જેવો ઘાટ સર્જાયો છે. જેથી રજુઆતકર્તાની તાત્કાલિક આ બંને શખ્સો સામે યોગ્ય પગલા ભરી ઘટતુ કરવા માંગ ઉઠી છે.

[wptube id="1252022"]
Back to top button