MORBI:મોરબીના મચ્છીપીઠ જૂથ અથડામણ મામલે સાત ઇસમોની પોલીસે કરી ધરપકડ:સામસામી ફરિયાદ નોંધાઈ

MORBI:મોરબીના મચ્છીપીઠ જૂથ અથડામણ મામલે સાત ઇસમોની પોલીસે કરી ધરપકડ:સામસામી ફરિયાદ નોંધાઈ
મોરબી શહેરના મચ્છીપીઠમાં બાળકોને ઠપકો આપવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી જેમાં સોડા બોટલ અને પથ્થરના છુટા ઘા કરી તેમજ લોખંડ પાઈપ અને ધારિયા વડે સામસામે હુમલો કરી મારામારી કરવામાં આવી હતી જે બનાવ મામલે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી સાત આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે

મોરબીના મચ્છીપીઠ ઈદ મસ્જીદ રોડ પર રહેતા અજીમ સલેમાન થૈયમ નામના યુવાને આરોપીઓ જુસબ ગુલમામદ મોવર, નિજામ સલીમ મોવર, ઈબ્રાહીમ ઉર્ફે જોન અકબર મોવર અને અનવર ઈબ્રાહીમ મોવર રહે બધા મચ્છીપીઠ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૯ ના રોજ રાત્રીના સુમરા ફરિયાદી અને અબુભાઈ તેમજ મહેબુબભાઈ અને કાદરભાઈ બધા ઘરે પાસે હોય ત્યારે શેરીમાં છોકરાઓ ફૂલ સ્પીડમાં સાયકલ અને એકટીવા લઈને નીકળતા ઠપકો આપ્યો હતો બાદમાં શેરીમાં રહેતા જુસબ, નિજામ, ઈબ્રાહીમ અને અનવર આવી છોકરાઓને કેમ ઠપકો આપો છો કહીને ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યા અને ઢીકા પાટું માર મારવા લાગ્યા નીજામે લોખંડ પાઈપ અને અનવરે ધોકા વડે માર મારી શેરીમાં પડેલા પથ્થરના છુટા ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

જયારે સામાપક્ષે અનવર ઈબ્રાહીમ મોવરે આરોપીઓ અજીમ સલેમાન થૈયમ, અબુ ખમીશા થૈયમ, મહેબુબ કાસમ થૈયમ અને કાદર હબીબ ભટ્ટી રહે બધા મચ્છીપીઠ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૧૯ મેના રાત્રીના ફરિયાદી અનવર, જુસબ, ઈબ્રાહીમ ને નિજામ ચારેય ઉભા હતા ત્યારે જુસબના છોકરાઓ શેરીમાં સાયકલ અને એકટીવા ચલાવતા હતા અને છોકરાઓએ આવીને કહ્યું કે અજીમ અને અબુભાઈ ઠપકો આપે છે અને સાયકલ તેમજ એકટીવા ચલાવવાની ના પાડે છે કહેતા ચારેય ત્યાં ગયા અને છોકરાઓને ઠપકો આપવા બાબતે વાત કરતા ઉશ્કેરાઈ જઈને ગાળો આપીઢીકા પાટું માર મારવા લાગ્ત્ય હતા અને લોખંડ પાઈપ વડે માર મારી છુટા પથ્થરના ઘા કરવા લાગ્યા હતા અને ઘર બહાર નીકળો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવને પગલે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી હતી તેમજ બંને પક્ષે કુલ સાત આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે સોડા બોટલ, ધારિયું સહિતના હથિયાર કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે