Halvad:હળવદના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીમાં ખનીજ વિભાગનો દરોડો:રેતી ચોરી કરતા વાહનો સહિત કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો

હળવદના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીમાં ખનીજ વિભાગનો દરોડો:રેતી ચોરી કરતા વાહનો સહિત કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો
મોરબી ખાણ ખનિજ વિભાગ દ્વારા ફરિયાદને આધારે હળવદ તાલુકાના ચાડધ્રા વિસ્તારમાં આવેલ બ્રાહ્મણી નદી પટ્ટ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરતા ગેર કાયદેસર સાદી રેતી ચોરી કરી ખનન કરતાં એક લોડર અને ત્રણ ડમ્પર સહિત કુલ ૧.૧૦ કરોડનો મુદ્દામાલ પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખાણ અને ખનીજ વિભાગ મોરબીના અધિકારી જે. એસ. વાઢેરનીસુચના અન્વયે રોયલ્ટી ઇન્સપેક્ટર આર. કે. કણસાગરા, માઈન્સ સુપરવાઈઝર એમ. આર. ગોજીયા તથા સર્વેયર યુ.જી. સુવા અને એમ.ડી.
ઉપરાણીયા દ્વારા હળવદ તાલુકાના ચાડધ્રા ખાતે બ્રાહ્મણી નદીના પટ્ટ વિસ્તારમાં ખનિજ સાદી રેતી ચોરીની ફરિયાદ બાબતે તપાસ હાથ ધરતા નદીના પટ્ટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બિન અધિકૃત એક
લોડર નં.GJ 36 S 2642 તથા સાદી રેતીના વહન માટે ત્રણ ડમ્પર ठेना वाइन नं. GJ 36 X 1928, GJ 36 V 9318 अने GJ 36 V 9317 ને પકડી કુલ ૧.૧૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી હળવદ તાલુકા પોલીસની કસ્ટડીમાં સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









