
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા : દધાલિયા થી સાયરા જતા રસ્તા પર મસ મોટુ ગાબડુ, માર્ગ અને મકાન વિભાગ ઘોર નિંદ્રામાં..?

સરકાર દ્વારા રસ્તાઓના કામકાજ માટે કરોડોથી લાખો રૂપિયાના કામો મંજૂર કરવામાં આવે છે પરંતુ કેટલીક જગ્યાએ રસ્તાઓના કામોની અંદર વેઠ વાળેલી જોવા મળે છે એમાં વાત કરવામાં આવે તો મોડાસા તાલુકામાં દધાલીયા થી સાયરા તરફનો જે માર્ગ છે એ માર્ગમાં છેલ્લા કેટલાય સમયથી એક મસ મોટું ગાબડું પડેલું જોવા મળે હાલ આ ગાબડું રસ્તા પરથી આવતા વાહન ચાલકોને તો જોવા મળે છે પરંતુ કેમ આ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર કે આ માર્ગ અને મકાન વિભાગ ને જોવા નથી મળતું કે શું..? આ નવીન રસ્તા પર છેલ્લા કેટલાય સમયથી આ ગાબડું પડેલું છે પરંતુ આજ દિન સુધી આ ગાબડુ રીપેરીંગ કરવામાં આવ્યું નથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ ગાબડું રીપેરીંગ કરવું ખૂબ જરૂરી છે કારણ કે ગાબડુ જોતા એવું લાગે છે કે સામેની બાજુથી પૂર ઝડપે આવતા વાહનો જો આ ગાબડામાં પડે તો મસ્ત મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે
દધાલીયા થી સાયરા તરફનો જે રસ્તો છે એ રસ્તા પર છેલ્લા કેટલાય સમયથી આ ગાબડું પડેલું છે પરંતુ કોઈને આ ગાબડું દેખાતું નથી જેના કારણે કહી શકાય કે ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગની લારીયાવાડી સામે આવી હોય તેવા દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે, રસ્તાની બાજુમાં બનાવેલી ગરનારા પાસેની પ્રોટેક્શન દિવાલ ની અંદર પણ તિરાડો પડેલી અને તૂટેલી જોવા મળી રહી છે ત્યારે કહી શકાય કે હાલ તો આ કામ અથવા તો કામની અંદર વેઠ વારવામાં આવી હોય તેવું જોતા કહી શકાય છે ત્યારે રસ્તા પર પડેલું ગાબડું ઝડપથી રીપેરીંગ કરવામાં આવી અને અકસ્માત થતો અટકાવવામાં આવી તેવી માંગ સેવાઈ રહી છે








