RAJKOT -રાજકોટના કલેક્ટર અરૂન મહેશ બાબુ, એસ.પી. બલરામ મીણા, મ્યુનિસિપલ કમિશનર અમીત અરોરા, ડી.સી.પી. ઝોન-૧ પ્રવિણ મિણાTRP ગેમઝોનના દિવાના હતા કે શું?

RAJKOT -રાજકોટના કલેક્ટર અરૂન મહેશ બાબુ, એસ.પી. બલરામ મીણા, મ્યુનિસિપલ કમિશનર અમીત અરોરા, ડી.સી.પી. ઝોન-૧ પ્રવિણ મિણાTRP 22 માર્ચ 2022 ની સાંજે ગેમ ઝોનમાં શું સ્થળ સમજીને નિરીક્ષણ કર્યું હતું..?
આ અધિકારીઓએ માલિક સાથે ગેમઝોનની મજા લીધી ત્યારે ખબર નહોતી કે અહીંયા કાંઈક લોચો છે?
કોઈ પણ બાંધકામમાં માળખાકીય તેમજ સલામતીની સુવિધાઓ બાબતે પરવાનગી આપવાનું કામ માર્ગ અને મકાન વિભાગનું છે. પણ રાજકોટમાં થયેલ ગોઝારી દુર્ઘટના પર માર્ગ અને મકાન વિભાગનું કહેવું છે કે ઘટના સ્થળે મોજુદ માળખું લોઢા ટીનના પતરાઓનું બનાવેલ ટેમ્પરરી સ્ટ્રક્ચર હોવાથી આની પરવાનગી આપવાનું કામ માર્ગ અને મકાન વિભાગનું નથી.
ટેમ્પરરી સ્ટ્રક્ચરને પરવાનગી આપવાનું કામ કોર્પોરેશન તેમજ એસ્ટેટ વિભાગનું છે.શું ચાર વર્ષનો સમય ટેમ્પરરી કહેવાય ? ટેમ્પરરીના નામે ચાર વર્ષથી આ ગેમ ઝોન ચાલતું રહ્યું.
ગઈ કાલે ફાઈલ થયેલ FIR મુજબ ગેમ ઝોનના માલિક વતી ફાયર સેફ્ટી ની NOC માંગવા બાબતની કોઇ પણ અરજી વિભાગમાં ઈનવર્ડ રાજિસ્ટરમાં નોંધ થયેલ નથી.બીજી બાજુ રાજકોટના DCP પ્રેસ વાર્તામાં કહે છે કે ગેમ ઝોનના માલિકે અરજી કરેલ છે.અને એને પરમિશન આપવાની પ્રોસેસ ઓનગોઇંગ હતી…ચાર વર્ષથી પરમિશન વગર આ ગેમ ઝોન ચાલતું હતું અને હજુ ફાયર સેફ્ટીની NOC પ્રક્રિયા ઓનગોઇંગ હતી ????
આ ઉપરાંત ચોંકાવનારી વાત એ છે કે રાજકોટ કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશ્નર તેમજ એસપી થી લઇ ડીસીપી બધાજ આ ગેમ જોનના ઉદ્દઘાટન સમયે ત્યાં હાજર રહ્યા હતા. શું ત્યાં તેમણે નજરે નિયમોના ધજાગરા નહીં નિહાળ્યા હોય?
આ બધામાં અટ્ટહાસ્ય કરતા ધરાસભ્ય વધારે ખલનાયક છે કે આવા અધિકારીઓ વધારે નફ્ફટ છે એ નક્કી કરવું મુશ્કેલ છે.
આવા અસંખ્ય પરવાનગી વગરના માળખાઓ,રોડ પર ઓવરલોડેડ ટ્રક , બજાર વચ્ચે માથા પર તોળાતી જર્જરિત ઇમારતો,પૈસાની ખરીદાયેલા ફૂડ સેફ્ટીના લાયસન્સ અને હોટેલોમાં પીરસવામાં આવતું ઝેર વગેરે વગેરે બહાર નીકળો ત્યારે બોમ્બનું કાઉટડાઉન સતત ચાલતું હોય છે ક્યારે કયા અને કોનો વારો છે એ કોઈને નથી ખબર…
ગેમઝોનમાં જનરેટર માટે 2 હજાર લીટર ડીઝલ ભરેલું હતું. ગો કાર રેસિંગ માટે 1500 લીટર પેટ્રોલ સ્ટોરેજ કર્યુ હતું.EXIT અને ENTRY માટે 6 થી 7 ફૂટનો માત્ર 1 દરવાજો હતો.ડિસ્કાઉન્ટ હતું, ગેમઝોનમાં 99 રૂપિયાની એન્ટ્રી આપવામાં આવતી હતી.ચાલુ ગેમ ઝોનમાં વેલ્ડિંગ કામ પણ ચાલી રહ્યું હોવાનો ખુલાસો. 2021 થી ચાલી રહેલ અવડા મોટા ગેમઝોન પાસે ફાયર NOC ન હતી…