MORBIMORBI CITY / TALUKO

MORBI:બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

બાગાયતદારોએ ૧૧ મે સુધીમાં http://ikhedut.gujarat.gov.in પર જરૂરી કાગળો સાથે ઓનલાઈન અરજી કરવી

સરકારશ્રીના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓના લાભ લેવા I-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ સહાય હેઠળ વિવિધ યોજનાઓ જેવી કે પ્લાસ્ટીક મલ્ચીંગ, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા, ફળપાક વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેક, કમલમ વાવેતર, હાઇબ્રીડ બિયારણ, ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર, સ્વયં સંચાલીત બાગાયત મશિનરી, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટના કાર્યક્રમો, બાગાયત પેદાશોના પેકેજીંગ મટેરીયલ, ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો, (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ) તેમજ અન્ય વિવિધ બાગાયતિ યોજનાઓ માટે સહાય આપવામાં આવે છે. આ યોજનાનો દરેક ખેડુતો લાભ લઈ શકે તે માટે ૧૧/૦૫/૨૦૨૪ સુધી I-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

બાગાયતદારોને વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે, નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ/રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ), વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજુ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button