MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના શકત શનાળા ગામે હોટલ માલિકે 50 હજારની ઉઘરાણી બાબતે યુવકને જાનથી મારી નાખવા ધમકી આપી

MORBI:મોરબીના શકત શનાળા ગામે હોટલ માલિકે 50 હજારની ઉઘરાણી બાબતે યુવકને જાનથી મારી નાખવા ધમકી આપી

મોરબીના શક્ત શનાળા ગામે આગાઉ હોટલમાં કામ કરતો યુવાન રાજીખુશીથી નોકરી છોડી પોતાની પાન માવાની દુકાન કરતા જુના હોટલ માલિકોએ રૂપિયા 50 હજારની ઉઘરાણી કરી જાનથી મારી નાખવા ધમકી આપી માર મારતા પોલીસ ફરીયાદ નોંધાઇ

મળતી માહિતી મુજબ મોરબીના શક્ત શનાળા ગામે શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા કપિલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાએ આરોપી ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા અને દિગ્વિજયસિંહ છત્રસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે પોતે આગાઉ બન્ને આરોપીઓની હોટલમાં કામ કરતા હતા અને રાજીખુશીથી નોકરી મૂકી દઈ રાજપર રોડ ઉપર પાન માવાની દુકાન કરી છે. ગઇકાલે બન્ને આરોપીઓએ ફોન કરી ગાળો આપી બાદમાં શક્તિ માતાજીના મંદિર પાસે બોલાવી લાકડાના ધોકા વડે માર મારી રૂપિયા 50 હજાર આપી દેજે નહિ તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતા ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

[wptube id="1252022"]
Back to top button