વાંકનેર પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ અને ચેસ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી વાંકનેર પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ અને ચેસ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું જેમા તાલુકા સંઘ ના પ્રમુખ અને શિક્ષકો માટે હમેંશા ચિંતનશીલ એવા યુવરાજસિંહ વાળા અને ઉત્સાહી અને નીડર મહામંત્રી આબીદઅલી કોવડીયા અને શિક્ષણ પ્રેમી અને વાંકાનેર બી.આર.સી મયુરસિંહ પરમાર દ્વારા થયું જેમાં લુણસર જામસર(L.J.11) સીઆરસી ની ક્રિકેટ ટીમ વિજેતા થયેલી તેમજ જીસીસી 11 ની ટીમ રનર્સ અપ થયેલી તેમજ ચેસ માં ભાઈઓ માંથી રાકેશભાઈ રાઠોડ અને બહેનો માંથી ઊર્મિલાબેન જાદવ ચેમ્પિયન થયા હતા. ચેસ સ્પર્ધાનું સમગ્ર આયોજન મોરબી જિલ્લા કાર્યઅધ્યક્ષ દેવરાજભાઈ આલ અને અલ્પેશ દેશાણી એ કર્યું હતું

આ મેચ ની સેમીફાઇનલ માં અને ફાઇનલ માં તેમજ ચેસ ની ફાઇનલમાં વાંકાનેર ના નામદાર રાજવી પરિવાર માંથી કેસરીદેવસિંહ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી આ ઉપરાંત ભાજપ અગ્રણી મહાવીરસિંહ ઝાલા,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા , મહામંત્રી દિનેશભાઈ હુંબલ અને મોરબી ,ટંકારા , વાંકાનેર માળિયા તેમજ મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રમુખ અને મહામંત્રી તેમજ વાંકાનેર પ્રાથમિક શિક્ષણાધિકારી મંગુભાઇ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા..અને આ સમગ્ર કાર્યક્રમ ના સ્થળ વઘાસીયા ક્રિકેટ ગ્રાઉન્ડ માટેનું સુંદર આયોજન માટે વઘાસિયા ગ્રામ પંચાયત ના સરપંચ સાહેબ શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા એ કરી હતી…

તેમજ વાંકાનેર શિક્ષક શરાફી મંડળી ના પ્રમુખ હસમુખ ભાઈ મકવાણા એ જમણવાર નો ખર્ચ આપ્યો હતો અને તમામ પ્રાથમિક શિક્ષક સંઘ ના તમામ મિત્રો ની મહેનત સાથે હાજરી આપી અને આ સંપૂર્ણ આયોજન ને ખુબ સફળ બનાવ્યું હતું









