મોરબી જિલ્લાના ગામોમાં એચ.એલ. સોમાણી ફાઉન્ડેશન અને હેલપેજ ઇન્ડિયા દ્રારા સ્વચ્છતા અને આરોગ્ય કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

મોરબી જિલ્લાના ગામોમાં એચ.એલ. સોમાણી ફાઉન્ડેશન અને હેલપેજ ઇન્ડિયા દ્રારા સ્વચ્છતા અને આરોગ્ય કીટ નું વિતરણ કરવામાં આવ્યું. રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

એચ. એલ સોમાણી ફાઉન્ડેશન અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા વાંકાનેર ના સરતાનપર અને વઘાસિયા તથા મોરબી તાલુકા ના સિરામિકસિટી, ભડિયાદ,જવાહરનગર, જાંબુડિયા, લાલપર,મકનસર,પ્રેમજી નગર,પાનેલી, લઘધિરપુર,ઉચી માંડલ,નીચી માંડલ, ઘૂટુ,પીપળી,બેલા અને રંગપર ગામમાં 380 આરોગ્ય અને સ્વચ્છતા કિટો નું વિતરણ કરવામાં આવ્યું.જેમાં 55 વર્ષ થી વધુ વયના વડીલોના સ્વાસ્થ્ય વિશે જાગૃત લાવવાના હેતુ થી કરવામાં આવ્યું હતું, જેઓ આર્થિક રીતે તેમની જરૂરિયાતો ને પહોંચી વળવા અને તેમના સ્વાસ્થ્ય ની કાળજી લેવા માટે સક્ષમ નથી.

આ કાર્ય ને સફળ બનાવવા એચ. એલ સોમાણી માંથી શ્રી અશ્વિની કુમાર મની, શ્રી રામોતર સિંઘ, શ્રી જયંતિ પનારા, શ્રી દેવેન્દ્ર વાઘ, શ્રી સુરેશ કોરિયા તથા હેલ્પ એજ ઇન્ડિયા મોરબી મોબાઇલ હેલ્થવેન સ્ટાફ અને દરેક સરપંચશ્રી, આશાવર્કર,ગામના આગેવાનો ના સહયોગ થી આ કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.









