MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા તાલુકાના ગણિત-વિજ્ઞાન શિક્ષકો માટે બે દિવસીય વર્કશોપ યોજાયો.

ટંકારા તાલુકાના ગણિત-વિજ્ઞાન શિક્ષકો માટે બે દિવસીય વર્કશોપ યોજાયો… રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત ટંકારા તાલુકાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકોનું ગણિત-વિજ્ઞાન ટીચર સર્કલ બનાવવામાં આવેલ છે તે અંતર્ગત બે દિવસીય વર્કશોપનું આયોજન બી.આર.સી.ભવન ટંકારા દ્વારા તા.01 અને 02 માર્ચના રોજ મિતાણા તાલુકા શાળા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની સહભાગિતા દ્વારા શિક્ષકો માટે વર્કશોપ યોજવામાં આવ્યો. Hands on Activities દ્વારા બાળકોની ગણિત-વિજ્ઞાન વિષય પ્રત્યેની રુચીમાં અભિવૃદ્ધિ થાય તેમજ સરળતાથી ગણિત-વિજ્ઞાન વિષય કેવી રીતે શીખવી શકાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી તેમજ સાહિત્ય નિર્માણ કરવામાં આવ્યું. વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની તરફથી ગણિત-વિજ્ઞાન વિષયના રમકડાં બનાવવા માટે તેમજ વિવિધ પ્રવૃત્તિઓ માટે સાહિત્ય આપવામાં આવ્યું હતું. VASCSC માંથી લતાબેન તોરવી, અપેક્ષાબેન પટેલ તેમજ તેમની ટીમ દ્વારા શિક્ષકોને પ્રેક્ટિકલ દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બે દિવસ શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વર્કશોપને સફળ બનાવ્યો હતો.અંતમાં તમામ ભાગ લીધેલ શિક્ષકોને પ્રમાણપત્ર તેમજ તમામ શાળાઓને પ્રવૃત્તિઓ કરવા માટેનું સાહિત્ય આપવામાં આવ્યું હતું.
આ તકે બી.આર.સી.કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, તમામ સી.આર.સી., મિતાણા તાલુકા શાળા આચાર્ય કિરણબેન અને ભાવેશભાઈ તેમજ મિતાણા સ્પેસ ક્લબના શિક્ષક કલ્પેશભાઈ પટેલ દ્વારા વર્કશોપના અસરકારક આયોજન માટે કામગીરી કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button