MORBIMORBI CITY / TALUKO

હેલ્થ & વેલનેસ સેન્ટર – લક્ષ્મીનગરને મળ્યું આરોગ્ય ક્ષેત્રનુ રાષ્ટ્રીય કક્ષાનું સન્માન

રાષ્ટ્રીયકક્ષાનાં નિષ્ણાંતો દ્વારા દર્દી કલ્યાણને લગતી સુવિધાઓનું મૂલ્યાંકન કરી પ્રમાણપત્ર અપાયું

રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

મોરબી જિલ્લાના હેલ્થ & વેલનેસ સેન્ટર – લક્ષ્મીનગરને ગુણવત્તાની દ્રષ્ટીએ રાષ્ટ્રીયકક્ષાનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત એનાયત કરવામાં આવ્યુ છે. હેલ્થ & વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરે નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડના ધારા ધોરણો અંતર્ગત ૮૭% સાથે રાષ્ટ્રીય કક્ષાનુ સર્ટિફિકેટ મેળવ્યુ છે.

આરોગ્ય સેવાની લગતી રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા સંબંધિત આ પ્રમાણપત્ર બાબતે વિવિધ માપદંડ ૧૨ સર્વિસ પેકેજ જેમ કે સગર્ભાની સેવા, પ્રસુતિ બાદ ની સંભાળ, નાના બાળકોની સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, બિન સંચારી રોગોનું વ્યવસ્થાપન, આંખ, કાન, નાક, ગળાના રોગોમાં સંભાળ, વૃદ્ધ દર્દીઓની સાર સંભાળ, ઈમરજન્સી સેવાઓ, માનસિક બિમારીવાળા દર્દીઓની સંભાળ જેવી સુવિધાઓની ખાતરી રાષ્ટ્રીયકક્ષાનાં નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી. તદુપરાંત દર્દીઓના આરોગ્યની સેવા તથા સુવીધાના અલગ માપ દંડ મુજબ અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા.

વિવિધ પ્રકારના ચેકલીસ્ટ મુજબ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે ચકાસણી થાય બાદ તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા હેલ્થ & વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરને સેવા સુવિધા ગુણવત્તા સબંધિત ૮૭ % માર્કસ સાથે આ કેન્દ્રને NQAS એટલે કે નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય કક્ષાનુ પ્રમાણપત્ર એનાયત કર્યું છે. આ સેન્ટરનું બિલ્ડીંગ પ્રી ફેબ્રીકેટેડ પ્રકારનુ ભુકંપ વખતનું હોવા છતા આટલા સારા માર્કસ સાથે આ પ્રમાણપત્ર મેળવેલ છે. આનાથી સ્થાનિકોને મળતી સુવિધા અને તબીબી સેવાઓમાં પણ ઉતરોત્તર વધારો થશે. આનાથી હેલ્થ અને વેલનેસ સેન્ટર – લક્ષ્મીનગર દ્વારા સર્વિસ ડિલિવરીમા ગુણવતાના ધોરણોને સુધારવામાં યોગદાન આપીને દર્દી કેન્દ્રિત ગુણવતા સુધારણાના ટકાઉ મોડેલ માટે મોકળો માર્ગ કર્યો છે.આ પ્રમાણપત્ર મેળવવા માટે જિલ્લા ક્વોલીટી મેડિકલ ઓફિસર શ્રી ડો. હાર્દિક રંગપરીયાના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. રાહુલ કોટડીયા, મેડિકલ ઓફિસર શ્રી ડો. ચેતન વારેવડીયા તથા આયુષ મેડિકલ ઓફિસર શ્રી ડો. ડી. એસ. પાંચોટીયા અને બીજા તમામ સ્ટાફ દ્વારા કામગીરી કરીને આ સફળતા મેળવી છે. તેમજ ગામના સરપંચશ્રી તેમજ અન્ય આગેવાન ગ્રામજનોનો પણ સંપુર્ણ સહયોગ થકી આ સિદ્ધિ મેળવેલ છે.રાજ્ય આરોગ્ય સેવાઓ અને માળખાકિય સુવિધાઓને ગુણવતાયુક્ત બનાવવાની સરકારની નેમ છે ત્યારે જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે મળેલ આ સન્માન બદલ જીલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતાબેન દવે તથા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્થ & વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરની કોમ્યુનિટી હેલ્થ ઓફીસર ડો. વિજય આર.અગોલા અને હેલ્થ & વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરની સમગ્ર ટીમ તથા જિલ્લા આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

[wptube id="1252022"]
Back to top button