INTERNATIONAL

બ્રિટનમાં એક જ રાતમાં 35,000થી વધુ વીજળી ત્રાટકી

બ્રિટનમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્યાં એક ભીષણ વાવાઝોડું ત્રાટકી શકે છે. તેની સાથે આશ્ચર્યની વાત તો એ છે કે શુક્રવારનો દિવસ પાછો બ્રિટનમાં વર્ષનો સૌથી વધુ ગરમ દિવસ રહેવાનો છે.  આ ઉપરાંત દક્ષિણ ઇંગ્લેન્ડમાં એક જ રાતમાં 35000થી વધારે વખત વીજળી ત્રાટકી હતી સદનસીબે કોઈનો જીવ ગયો ન હતો, સસેક્સમાં ફક્ત બે મકાનોને નુકસાન થયું હતું.

ઇંગ્લેન્ડ અને વેલ્સના કેટલાય વિસ્તારમાં આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી છે. સમગ્ર ઇંગ્લેન્ડમાં આ માટે ચેતવણી જારી કરી દેવામાં આવી છે. આના પગલે ઇંગ્લેન્ડના કેટલાય રસ્તાઓ અને ખાસ કરીને મેટ્રો શહેરોના રસ્તાઓ પર જબરજસ્ત ટ્રાફિક અને અંધાધૂંધી પણ જોવા મળી હતી.લોકોએ ઘરે જવા અને સુપરમાર્કેટ્સમાંથી માલસામગ્રી ખરીદવા રીતસરની દોટ લગાવી હતી. આ ઉપરાંત વધુને વધુ ટ્રેનો રદ થઈ શકે છે અને વિવિધ પ્રકારની બસ સર્વિસ પર પણ અસર પડી શકે છે.

લંડનની ઉત્તરના બધા જ રેલ્વે રુટ પર અસર પડશે.આ ઉપરાંત વીજકાપ થઈ શકે છે અને અન્ય સગવડોને પણ નુકસાન થઈ શકે છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે વાવાઝોડાના લીધે ઘરોને નુકસાન જઈ શકે છે, ઘરોમાં પાણી ભરાઈ શકે છે, પૂર આવી શકે છે, કોમર્સિયલ કોમ્પ્લેક્સોમાં પાણી ભરાઈ શકે છે, શહેરની ગલીઓ પણ પાણીમાં ડૂબી જઈ શકે છે, વીજળી ત્રાટકી શકે છે અને ભારે પવન ફૂંકાઈ શકે છે.પૂર્વ વિસ્તારમાં ડેવલપ થનારું થંડરસ્ટોર્મ ઉત્તરપશ્ચિમ તરફ આગળ ધપી શકે છે. વાવાઝોડાંની સાથે ભારે વરસાદ ફૂંકાઈ શકે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button