Halvad: માળીયા-હળવદ હાઇવે પર જૂના મનદુ:ખનો ખાર રાખી માસીજી અને તેના પુત્રોએ દંપતી પર હુમલો કર્યો

માળીયા-હળવદ હાઇવે પર જૂના મનદુ:ખનો ખાર રાખી માસીજી અને તેના પુત્રોએ દંપતી પર હુમલો કર્યો
માળીયા-હળવદ હાઇવે પર જૂના મનદુ:ખનો ખાર રાખી માસીજી અને તેના પુત્રોએ દંપતી પર હુમલો કર્યો હતો અને ‘તારૂ છુટુ કરાવી દેવુ છે’ તેમ કહીને ઢોરમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે હળવદ પોલીસમાં ફરિયાદ નોધાઇ છે
હળવદ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા જયાબેન હરેશભાઇ રતુભાઇ તુવરીયાએ આરોપી માસાજી કેસાભાઇ બબાભાઇ કોરી, માસીજી સીતાબેન કેસાભાઇ કોરી, સીતાબેનના પુત્રો જીતુ કેસાભાઇ કોરી, સુનિલ કેસાભાઇ કોરી, ભાવેશ કેસાભાઇ કોરી અને નાનાજી સસરા શાંતિલાલ ખુશાલભાઇ વિરુદ્ધ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આજથી ૩ વર્ષ પહેલા આરોપી માસીજી સીતાબેનની દિકરી કાજલને સની રાવળદેવ નામના છોકરા સાથે પ્રેમ સંબધ હોય જેની જાણ જયાબેને તેમના માસીજીને કરી હતી. જેથી માસીજીએ તેમની દિકરી કાજલના લગ્ન બીજી જગ્યાએ કરવાનુ નક્કી કરતા, પોતાના પ્રેમી સાથે લગ્ન ન થતાં કાજલે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.

આ બનાવ બાદ માસાજી કેસાભાઇ તથા માસીજી સીતાબેનના પરીવાર તથા નાનાજી સસરા શાતિલાલ જયાબેન અને તેમના પતિ હરેશભાઇને ‘કાજલને કોઇ સાથે પ્રેમ સંબધ ન હતો’ તેવુ કહી મનદુખ રાખતા હતા. છેલ્લા બે મહીનાથી માસાજી કેસાભાઇ તથા માસાજી સીતાબેન તથા નાનાજી સસરા શાંતિલાલ જયાબેનના પતિ હરેશભાઇને જયાબેન સાથે છુટુ કરવાનુ કહીને જયાબેન સાથે બોલાચાલી કરતા હતા. ગત તા-૦૫ ના રોજ જયાબેન અને હરેશભાઈ કેદારીયા ગામ તરફ પોતાના વાહનમાં ભંગાર લેવા ગયેલ હતા અને ત્યાથી બપોરના સમયે ઘરે પાછા જવા નીકળેલ હતા ત્યારે માળીયા હળવદ હાઇવે રોડ રણજીતગઢ ગામના હરિક્રુષ્ણ ધામ મંદિર પાસે પહોચતા ત્યા રસ્તા પર આરોપીઓ સીતાબેન તથા તેમના પુત્રો જીતુ, સુનિલ અને ભાવેશ ઊભા હતા. તેમણે વાહન ઊભી રખાવી દંપતીને બેફામ ગાળો આપી હતી અને આરોપી જીતુંએ પોતાની પાસે રહેલી છરી બતાવી તથા અન્ય આરોપીઓએ ‘તારૂ છુટુ કરાવી દેવુ છે’ તેમ કહી દંપતી સાથે ઝપાઝપી કરી ઢોરમાર માર્યો હતો.
આ મારમારીને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકઠા થઈ જતાં આરોપીઓએ દંપતીને ફરી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી નાસી ગયા હતા. જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધીર છે








