
Halvad હળવદ ના સાપકડા ગામે જમીન ડખામાં ફાયરિંગ : એક ઇજાગ્રસ્ત
જર, જમીન ને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું સાથૅક કરતો કિસો પ્રકાશમાં આવ્યો મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડા ઉંમર વર્ષ ૬૦ના ઓ દ્વારા થોડા દિવસ પહેલા તેઓના જ કુટુંબિક ભાઈઓ વિરુદ્ધ તેઓની જમીન પચાવી પાડી હોવાથી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આજે પ્રભુભાઈ નવા સાપકડાથી જુના સાપકડા આવી રહ્યા હતા. ત્યારે તેમના જ કુટુંબના ત્રણ શખ્સો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે.
આ ફાયરિંગના બનાવમાં એક રાઉન્ડ પ્રભુભાઈના ડાબા પગે આવતા તેઓને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે પેટના ભાગે પણ ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે એલસીબી પીઆઇ ડી.એમ ઢોલ, તેજસભાઈ વીડજા સહિતના પોલીસ જવાનો હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે.








