GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad હળવદ પોલીસે બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરતું ડમ્પર ઝડપી પાડ્યું

હળવદ પંથક ખનીજ ચોરી માટે બદનામ છે અને એમાં પણ બ્રાહ્મણી નદીમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો થતી હોય છે. હળવદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય.પી.વ્યાસે ટીકર રેલવે ફાટક પાસેથી પાસ પરમીટ વિનાના ડમ્પર નંબર જીજે-૧૩-ડબલ્યૂ-૧૨૮૯ને ઝડપી પાડ્યું છે અને ડિટેઈન કરી ખાણ ખનીજ વિભાગને સોંપ્યું છે.

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ખાણ ખનીજ વિભાગના અધિકારી જગદીશ વાઢેરની સૂચનાના આધારે રોયલ્ટી ઈન્સ્પેક્ટર આર.કે કણસાગરા, માઈન્સ સુપરવાઈઝર એમ.આર ગોજીયા અને સર્વેયર યુ.જી સુવા, એમ.ડી ઉમરાણીયા સહિતનાઓએ હળવદ તાલુકાના ચાડધ્રા ગામની હદમાં બ્રાહ્મણી નદીમાં થતી રેતીચોરી કરતા જીજે-૩૬-એસ-૨૬૪૨ નંબરનું લોડર તેમજ રેતી ભરેલા જીજે-૩૬-એક્સ-૧૯૨૮, જીજે-૩૬-વી-૯૩૧૮ અને જીજે-૩૬-વી-૯૩૧૭ એમ ત્રણ ડમ્પર મળી રૂપિયા એક કરોડ દસ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જે પકડાયેલા તમામ ડમ્પરોને ખાણ ખનીજ વિભાગે એક-એક લાખનો દંડ ફટકાર્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button