HALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:ભારે..કરી ..હળવદ ધ્રાંગધ્રા સુધી જવાનું કહી લિફ્ટ માંગતા યુવકે કારમાં બેસાડ્યો લિફ્ટ લેનાર અજાણ્યો ગઠીયો કારની ચોરી કરી રફુચક્કર

Halvad:ભારે..કરી ..હળવદ ધ્રાંગધ્રા સુધી જવાનું કહી લિફ્ટ માંગતા યુવકે કારમાં બેસાડ્યો લિફ્ટ લેનાર અજાણ્યો ગઠીયો કારની ચોરી કરી રફુચક્કર (રીપોર્ટ વિશાલ જયસ્વાલ હળવદ)

હળવદ: કચ્છના ગાંધીધામથી યુવક પોતાની કાર લઈને ગાંધીધામથી અમદાવાદ જતો હોય ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ પોતે બીમાર છે અને ધ્રાંગધ્રા સુધી જવાનું કહી લિફ્ટ માંગતા યુવકે કારમાં બેસાડ્યો હતો. ત્યારે હાલ સરા ચોકડીએ યુવક પાણીની બોટલ લેવા કારમાં ચાવી રાખી નીચે ઉતારતા લિફ્ટ લેનાર અજાણ્યો ગઠીયો કારની ચોરી કરી નાસી ગયો હતો. ત્યારે યુવક દ્વારા હળવદ પોલીસ મથકમાં લિફ્ટ માંગનાર અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે યુવકની ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સમગ્ર બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીધામ ગુરૂકુલ પ્લોટ નં.૧૬૭ સેકન્ડ ફ્લોર ફ્લેટ નં.૩ વોર્ડ ૧૦-એમાં રહેતા હર્મેશભાઈ ભરતભાઇ વ્યાસ ઉવ.૩૫ એ હળવદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત તા.૨૮/૦૪ના રોજ હર્મેશભાઈ પોતાના હવાલાવાળી સ્વીફટ ગાડી રજી નં. જીજે-૧૨-એફડી-૧૯૧૮ વાળી લઈને ગાંધીધામથી અમદાવાદ જતા હતા ત્યારે એક અજાણ્યા માણસે પોતે બીમાર હોય અને ધ્રાંગધ્રા સુધી લઈ જવાનું જણાવી કારમાં લિફ્ટ માંગી હતી. જેથી હર્મેશભાઈએ અજાણ્યા વ્યક્તિને ગાંધીધામથી પોતાની ગાડીમાં બેસાડીને અમદાવાદ તરફ આવતા હતા ત્યારે અંદાજે રાત્રીના ૯.૧૫ વાગ્યા આસપાસ હળવદ સરા ચોકડી પાસે આવેલ ભાગ્યલક્ષ્મી દુકાને હર્મેશભાઈ પાણી લેવા કારની નીચે ઉતરેલ હતા ત્યારે આ અજાણ્યો માણસ હર્મેશભાઈનું ધ્યાન ચૂકવી ગાડી ચોરી કરી લઇ નાસી ગયો હતો. ત્યારે સમગ્ર બનેલ બનાવથી હતપ્રત બની ગયેલ હર્મેશભાઈ દ્વારા હળવદ પોલીસ મથકમાં લિફ્ટ માંગનાર અજાણ્યા ગઠીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button