
તક્ષશિલા કોલેજમા કરન્ટ અફેર્સ અંગેની ક્વિઝ યોજાઈ
તમામ પ્રશ્નોના જવાબો બઝર રાઉન્ડના સચોટ ડિવાઈસ દ્રારા અપાયા.

શિક્ષણ, એશિયન ગેમ્સ, ઈસરોના પ્રોજેક્ટ વિશેના વર્તમાન પ્રવાહોના વિવિધ પ્રશ્નોની ક્વિઝ

તાજેતરમાં તક્ષશિલા કોલેજમાં બી.એડ્ કર્યા પછી ટેટ/ટાટ/એચટાટ ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રશ્નોની ક્વિઝનુ આયોજન કરાયું હતું. હળવદની ડીવી પરખાણી સરકારી શાળાના એકસાથે ૧૦ બઝરના ડિવાઈસ દ્વારા પરિણામ નક્કી કરવામાં આવેલ હતું. બી. એડ્ ના તાલિમાર્થી રાઠોડ પૂજા, મોરી નિકિતા અને ચાવડા દિવ્યાએ પહેલો નંબર મેળવ્યો હતો. જ્યારે માઈનસ સિસ્ટમ ક્રોસ કરીને કૈલા પાર્થવી, પટેલ પ્રગતિ અને વરમોરા રાજવીએ બીજો નંબર મેળવ્યો હતો. ત્રીજા નંબર પર ગોહિલ રક્ષા, દલવાડી જયશ્રી અને તારબુંદિયા અંજના રહ્યા હતા. સમગ્ર ક્વિઝનુ સંચાલન તક્ષશિલા કોલેજના એમડી ડો. મહેશ પટેલે કર્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને પાર્થ પટેલ, રોહિત સિણોજિયા અને નરેશ પરેચા દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.








