GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર અજાણ્યા વાહન હડફેટે ખેતશ્રમિકનું મોત

હળવદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર અજાણ્યા વાહન હડફેટે ખેતશ્રમિકનું મોત રીપોર્ટ વિશાલ જયસ્વાલ હળવદ 

હળવદ ધ્રાંગધ્રા હાઇવે રોડ ઉપર અજાણ્યા વાહન હડફેટે ખેતશ્રમિકને હડફેટે લેતા માથામાં ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ ખેતશ્રમિકનું મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો..

હળવદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર માર્કેટિંગ યાર્ડ સામે અજાણ્યા વાહન ચાલકે મૂળ મધ્યપ્રદેશના ખેતશ્રમિક રાજુભાઈ ભુરીયાને હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં ખેતશ્રમિક રાજુભાઈને માથામાં અને હાથમાં ગંભીર ઈંજાઈ પહોંચતા ખેતશ્રમિકનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યુ હતું, જયારે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇ નાસી ગયો હતો, ત્યારે મૃતક ખેતશ્રમિકની પત્ની અનિતાબેન રાજુભાઈ ભુરીયા ઉવ.૨૮ રહે.હાલ વેગડવાવ ગામની સીમમાં જગાભાઈ પસવાભાઇની વાડીમાં મૂળરહે. દોતેડ તા.રણપોર જી જાંબવા(એમ.પી.) દ્વારા હળવદ પોલી મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઈ.પી.સી. કલમ ૨૭૯,૩૦૪-અ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની તજવીજ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button