GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના સુસવાવની પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરણિતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

હળવદના સુસવાવની પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરણિતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રીપોર્ટર વિશાલ જયસ્વાલ હળવદ
હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા પરિણીતા દિનાબા વિરેન્દ્રસિંહ જાડેજાએ આરોપી પતિ વિરેન્દ્રસિંહ મંગુભા જાડેજા અને સાસુ પ્રવિણાબા મંગુભા જાડેજા રહે. બંને રાપર ખોખરા તા.અંજાર જી.ભુજ(કચ્છ) વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટે.માં ફરિયાદ નોંધાવી કે ફરિયાદી પરિણીતાને અવાર નવાર નાની નાની બાબતોમા તથા રસોઇ બાબતે તથા કરીયાવર ઓછો લાવી છો તેમ કહી મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી ફરી.ને મારકુટ કરી ફરિયાદી પરિણીતાના પતિને ખોટી ચડામણી કરતા હતા. જેથી મોરબી મહિલા પોલીસે આરોપી સામે આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૩૨૩,૧૧૪ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
[wptube id="1252022"]





