Halvad:વિવાદોમાં રહેલા સેનેટરી ઇન્સ્પેક્ટર ની બદલી નવા આવેલા અધિકારી કેવા પ્રકારની કામગીરી કરશે ??

વિવાદોમાં રહેલા સેનેટરી ઇન્સ્પેક્ટર ની બદલી નવા આવેલા અધિકારી કેવા પ્રકારની કામગીરી કરશે ??
વિશાલ જયસ્વાલ હળવદ

હળવદ નગરપાલિકા તંત્ર વિવાદોમાં રહ્યું છે અલગ અલગ પ્રકારની સમસ્યાઓને કારણે હળવદ નગરપાલિકા તંત્ર વિવાદોમાં રહ્યું છે જો વાત કરવામાં આવે તો રસ્તાઓ ગટર સાફ-સફાઈ સહિતની સમસ્યાઓને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો સફાઈ નો પ્રશ્ન ચરમશીમા હતો ત્યારે સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા યોગ્ય કામગીરી ન કરાવતા હોવાની પણ વાત તો હળવદમાં વહેતી થઈ હતી અને વારંવાર આ અધિકારી કોઈના ફોન ન ઉપાડતો હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે તેઓની બદલી થઈ અને હાલ નવા સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે કૌશિકભાઈ જે મોકાણા ની હળવદ માં બદલી કરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે નવા આવેલા સેનેટરી ઇન્સ્પેક્ટર કેવા પ્રકારની કામગીરી કરશે કે પછી જે પરિસ્થિતિ હળવદની છે તે જ રહેશે કે તેમાં સુધારો થશે તે પણ આવનારો સમય જ નક્કી કરશે








