ટંકારા:છત્તર પ્રા. શાળામાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી માનભેર કરવામાં આવી

હર્ષદરાય કંસારા ટંકારા: શ્રી છત્તર પ્રાથમિક શાળામાં તારીખ 3/ 7/ 2023 ના રોજ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી માનભેર કરવામાં આવી હતી,

કાર્યક્રમની શરૂઆત સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, ત્યારબાદ પ્રાર્થના, સુવિચાર ,ગુરુ પૂર્ણિમાનું મહત્વ, ગુરુ વંદના ગીત અનુક્રમે સારેસા પ્રિયાંશીબેન, મુંધવા જય, ટોળીયા ભૂમિકા અને સુરાણી કાજલબેને રજૂઆત કરી હતી
, કાર્યક્રમના અંતમાં દાતાશ્રી છત્તર ગામના સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણી તરફથી બાલ વાટિકામાં પ્રવેશ મેળવેલ બાળકોને બેગ ભેટમાં આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,

આ તકે એસ.એમ.સી.ના સભ્યો જુણાત રોશનબેન,પરમાર નીરૂબેન, સુરાણી કૈલાશબેન ઉપસ્થિત રહ્યા હતા. અંતે દાતા કોમલબેન ને શાળાના શિક્ષિકા બહેન પીઠડીયા હીનાબેન દ્વારા સાલ ઓઢાડી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ,સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકમિત્રોએ જહેમત ઉઠાવી હતી.









