ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર
સંપર્ક સહયોગ સેવા સંસ્કાર અને સમર્પણના સિદ્ધાંતોને વરેલી રાષ્ટ્રપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા 3 જુલાઈ થી 12 જુલાઈ સુધી મોરબી જિલ્લા ની વિવિધ 30 જેટલી શાળામાં *ગુરુ વંદન છાત્ર અભિનંદન* કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વર્તમાન સમયમાં ગુરુ છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ સુદ્રઢ બને, છાત્રો દ્વારા ગુરુઓ પ્રત્યેનો પૂજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરુઓ દ્વારા નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેમજ આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલી ને ફરી જીવંત કરવા માટે ના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં વિવિધ શાળાઓ ના 7414 બાળકોએ રાષ્ટ્ર ની સંસ્કૃતિ અને સમાજ ની રક્ષા તથા ધુમ્રપાન ન કરવા અંગે ના શપથ લીધા હતા…
આ કાર્યક્રમ માં મોરબી જિલ્લાની વિવિધ શાળા ના ધોરણ – 1 થી 12 ના કુલ 242 વિદ્યાર્થિઓ તથા 217 શિક્ષકો ને ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.