Gujarat:પાર્ટ 2માં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી ફરમાવાશે’: ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા
‘પાર્ટ 2માં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી ફરમાવાશે’: ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા

પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. રૂપાલાની ટિકિટ રદ નહી કરતાં ક્ષત્રિય સમાજે રૂપાલાની સાથે ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની કોર કમિટી અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 26 લોકસભા બેઠકના ક્ષત્રિય અગ્રણીઓ, 120 સંસ્થાઓના હોદ્દેદારો અને 150 સામાજીક કાર્યકરો જોડાયા હતા. બેઠક બાદ ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા અને સંકલન સમિતિના સભ્ય તૃપ્તિબા રાઓલે પત્રકારો સમક્ષ આંદોલન પાર્ટ-2 ની જાહેરાત કરી હતી. આંદોલન અંતર્ગત 20 એપ્રિલથી 7 મે સુધી તમામ જિલ્લા મથકો પર બહેનો એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે. જ્યારે કાળા વાવટાના બદલે યુવાનો કેસરીયા ધ્વજથી વિરોધ કરી ભાજપના નેતાઓ માટે ગામડામાં પ્રવેશબંધી ફરમાવાશે. 22 એપ્રિલથી પાંચ ઝોનમાં પાંચ ધર્મરથ કાઢીને ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરી ભાજપના તમામ ઉમેદવારોને હરાવવાનો પ્રયાસ કરવાની ચીમકી આપી હતી.





