
મોરબીમાં અલગ અલગ ચાર સિરામિક ફેકટરીમાં ફરી એકવાર GSTના દરોડા!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
એક સમયે સૌરાષ્ટ્ર નું પેરીસ ગણાતું મોરબી શહેર જેટલું ઉદ્યોગો માટે જાણીતુ છે તેટલું જ જીએસટી કરચોરી અને ભ્રષ્ટાચાર બાબતે પણ બદનામ છે અનેક ઉદ્યોગકારો ટેક્સ બચાવવા અન્ડર બિલીંગ વેચાણ કરતા હોય છે. જેના કારણે સરકારને લાખો રૂપિયાનું આર્થીક નુકશાન થતું હોય છે અને આ કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારની જીએસટી એજન્સી દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે.જેમા તાજેતરમાં જીએસટી વિભાગ દ્વારા ઘૂટું રોડ પર ફેકટરીના દરોડા પાડવમાં આવ્યા હતા ત્યાં ફરી એકવાર જીએસટીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
મોરબીમાં જીએસટી વિભાગે પીપળી રોડ આવેલી બે ફેકટરી સહીત અલગ અલગ ચાર સ્થળે ત્રાટકી હતી અને તમામ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ દરોડા ની કામગીરી દરમિયાન લેપટોપ પેન ડ્રાઈવ હાર્ડ ડિસ્ક સહિતના હિસાબને લગતા ડીઝીટલ સાહિત્ય જપ્ત કરવામાં આવ્યા છે. હજુ પણ આ દરોડાની કાર્યવાહી ચાલુ હોવાની જાણકારી મળી રહી છે. આ ઉપરાંત અન્ય બે વિસ્તારમાં આવેલી સિરામિક ફેક્ટરીમાં પણ જીએસટીની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું તમામ ફેકટરીમાં જીએસટીના દરોડાની જાણ થતા આ ફેક્ટરી સાથે વહીવટ કરતી વ્યાપારી પેઢીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.
દરોડા દરમિયાન અનેક સીરામીક ફેક્ટરીઓના તેમજ ટ્રેડિંગ કંપનીઓના નામ પણ જીએસટી વિભાગને હાથ લાગ્યા છે જેમના કનેક્શન આ ફેક્ટરીઓ સાથે જોડાયેલ હોવાનું સામે આવતા આગામી દિવસમાં રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે અને ટ્રેડિંગનું કામ પણ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે જેથી કરીને આવનારા દિવસોમાં ફરી એકવાર આ તપાસ લંબાઈ તેવી શક્યતા જોવા મળી રહી છે. મોરબી પીપળી રોડ ઉપર દરોડાને પગલે અન્ય સીરામીક ઉદ્યોગમાં પણ ફફડાટ ફેલાયો હોવાનું ઝીરો ગ્રાઉન્ડ પર થી જાણવા મળ્યું છે. હાલ તો બે સિરામિક યુનિટ ઉપર અધિકારીઓની ટીમ દ્વારા બોલાવવામાં આવી છે અને મસ મોટા જીએસટી ચોરીના તેમજ અન્ય સાહિત્ય કબજે કરવામાં આવ્યા છે જેથી કરીને આ ગ્રુપ સાથે જોડાયેલા વેપારી પર તવાઈ ઉતરશે તેવી શક્યતા દેખાઈ રહી હોવાથી ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે.








