GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી હેલિપેડ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું આગમન;મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું

MORBI:મોરબી હેલિપેડ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું આગમન;મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું

મોરબીમાં આર્યભૂમિ, પ્રભુરત્ન પાર્ટી પ્લોટ પાછળ, એસ.પી.રોડ મોરબી ખાતે આયોજિત મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જ્યંતીને અનુલક્ષીને ૧૧૦૦ કુંડી મહાયજ્ઞ અન્વયે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી મોરબી ખાતે પધાર્યા છે ત્યારે હેલિપેડ ખાતે તેમનું આગમન થતાં મહાનુભાવો દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું.

મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, હળવદ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડ્યા, એસ.પી. શ્રી મોરબી, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવલદાન ગઢવી, આર્યસમાજના શ્રી જ્યંતીભાઈ રાજકોટિયા અને માવજીભાઈ દલસાણિયાએ રાજ્યપાલશ્રીને મોરબીની ભૂમિ પર મીઠેરો આવકાર આપી સત્કાર કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button