ટંકારા તાલુકાના શિક્ષિકા ગીતાબેન સાંચલાને ચિત્રકૂટ પારિતોષિક એનાયત કરાયો

ટંકારા તાલુકાના શિક્ષિકા ગીતાબેન સાંચલાને ચિત્રકૂટ પારિતોષિક એનાયત કરાયો
દર વર્ષે પૂજય મોરારિબાપુ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનવામાં આવે છે. જેમાં વર્ષ-2022 માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દરેક જિલ્લામાંથી 1-1 શ્રેષ્ઠ શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ. જે પૈકી મોરબી જિલ્લામાંથી ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી ગીતાબેન મનસુખલાલ સાંચલા ની પસંદગી કરવામાં આવી હતી.ખાસ આનંદની વાત એ હતી કે મોરબી જિલ્લામાં પ્રથમ વખત મહિલા શિક્ષકની આ એવોર્ડ માટે પસંદગી થઈ હતી.

તારીખ 18/01/2023 ના રોજ તલગાજરડા મુકામે પૂજ્ય મોરારિબાપુ ના હસ્તે સાંચલા ગીતાબેન મનસુખલાલ ને ચિત્રકૂટ એવોર્ડ આપવામાં આવ્યો.આ એવોર્ડ મેળવી ગીતાબેન સાંચલાએ ટંકારા તાલુકાનું , હરબટીયાળી ગામનું તેમજ દરજી સમાજ નું નામ રોશન કર્યું હતું.આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા ,મહામંત્રી દિનેશભાઈ હુંબલ,તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર,મહામંત્રી વિરમભાઇ દેસાઈ, સીઆરસી કો ઓર્ડીનેટર કૌશિકભાઈ ઢેઢી તેમજ હરબટીયાળી સ્કૂલના આચાર્ય મગનભાઈ ઉજરિયા અને શાળા ના સ્ટાફ ગણ તેમજ તમામ શિક્ષક ભાઈઓ બહેનો એ ગીતાબેન ને શુભેચ્છા પાઠવી હતી.

આ ઉપરાંત હરબટીયાળી ગામના સરપંચ દેવરાજભાઈ સંઘાણી,ગામના આગેવાનો,વડીલો ભાઈઓ,બહેનો અને વિદ્યાર્થીઓએ શુભકામનાઓ પાઠવી હતી.અને ગામનું નામ રોશન થયું એ બાબતનું ગૌરવ લીધું હતું.
આ તકે સાંચલા ગીતાબેન તેમજ તેમના પરિવારે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો.








