
રાણેકપર પ્રાથમિક શાળાને ગાંધી પરિવાર તરફથી પ્રોજેક્ટરની ભેટ

વાંકાનેર ના રાણેકપર પ્રાથમિક શાળામાં બીપીનભાઈ ગાંધી અને સમગ્ર પરિવાર તરફથી શાળાને પ્રોજેક્ટરની સુંદર ભેટ આપવામાં આવી.આ ગાંધી પરિવાર દર વર્ષે રાણેકપર ગામમાં પોતાના માતાજીને ત્યાં ઉત્સવ ઉજવે છે. આ ઉત્સવ પૂર્ણ કરી તે શાળાના બાળદેવોને કોઈ ભેટ આપે છે આ વર્ષે બીપીનભાઈ ગાંધી અને પરિવારે એવું નક્કી કર્યું કે પ્રાઇવેટ શાળાઓમાં બાળકો ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ ભરપૂર કરે છે. તો આ સરકારી શાળાના બાળકો તેનાથી વંચિત કેમ રહી જાય. આ વિચાર કરી બાળકોને આ ભૂખને સંતોષવા તેમણે શાળાને પ્રોજેક્ટરની ભેટ આપી છે.રાણેકપર શાળા પરિવાર તેમનો દિલથી આભાર વ્યક્ત કરે છે.

[wptube id="1252022"]








