
મોરબી તાલુકાની શ્રી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળા ખાતે બાળકો સ્વચ્છત્તાનું મહત્વ સમજી શકે તેમજ બાળકોમાં સ્વચ્છતાના ગુણોનો વિકાસ થાય અને બાળકો પોતાની જાત ઉપરાંત શાળા,ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવતા શીખે તે હેતુથી એક ઇનોવેટીવ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

દરેક તહેવાર આનંદની સાથે એક મોટો સંદેશ પણ આપી જતો હોય છે. તહેવાર ઉજવણીની સાથે એવી વાત શીખવી જાય જે સમગ્ર સમાજને ઉપયોગી હોય. આવો જ એક પ્રયોગ નાની વાવડી કુમાર પ્રાથમિક શાળાના ઇનોવેટીવ શિક્ષક અશોકભાઈ મહાદેવભાઈ કાંજીયા અને શાળા પરિવાર મારફતે કરાયો. બાળકોને પતંગની મજા પડે તે સાથે નાના નાના સૂત્રો મારફત સ્વચ્છતાનો સંદેશ પણ મળી જાય તે હેતુથી 16 ફૂટ × 16 ફૂટ લંબાઈનો મહાકાય પતંગ શાળા પરીવાર દ્વારા બનાવવામાં આવ્યો હતો. જેથી બાળકોને સ્વચ્છતાનો સંદેશ પણ મળી જાય તેમજ આવા ઈનોવેટીવ કાર્ય મારફત સમાજને પણ સંદેશ મળી જાય.
આ પ્રયોગ શાળાના બાળકોને પ્રેરણાત્મક બનવાની સાથે સમાજને પણ પ્રેરણાદાયી નીવડશે. આવા ઈનોટીવ શિક્ષક મારફત થતા પ્રયોગો ખૂબ જ પ્રેરણાદાયી હોય છે.








