
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મેઘરજ ખાતે અઢી મહિનાના બાળક સાથે માતાએ આપી સેમેસ્ટર 6 ની ઇન્ટર્નલ પરીક્ષા

કહેવાય છે કે માં તે માં બીજા વગડાના વા હંમેશા માં પોતાના બાળકની ગર્ભ થી લઇ ને મૃત્યુ સુધીની સારસંભાર રાખતી હોય છે.ત્યારે એવી ઘટના સામે આવી છે કે એક બાજુ એક માતાની ફરજ તો બીજી બાજુ પરીક્ષા ત્યારે માં એ પોતાની બન્યે ફરજને અદા કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.જેમાં વાત કરવામાં આવે તો મેઘરજ ગામની અને મેઘરજ સરકારી કોલેજ ખાતે ત્રીજા વર્ષમાં સેમેસ્ટર 6 માં અભ્યાસ કરતી પંડ્યા ચારવિકાબેન મુકેશભાઈ નામની માતાએ પોતાના અઢી મહિનાના બાળક સાથે કોલેજની 6 સેમેસ્ટર ની પરીક્ષા આપી સમાજનું અને મહિલા નું એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે જયારે પરીક્ષા શરુ થઇ ત્યારે આ માતા પોતાના અઢી મહિનાના બાળક તેમજ બાળક માટે ગોડિયું સાથે લઇ કોલેજ ખાતે પોહચી હતી તો સૌ કોઈ પરીક્ષાર્થીઓ ચૌકી ગયા હતા અને વિચારમાં પડી ગયા હતા ત્યારે આ બાબતે સૌ કોઈ નું ધ્યાન ગોડિયા પર પોહચતા જાણવા મળ્યું કે પોતાની માં એક બાળક સાથે પરીક્ષા આપવા પોહચી છે ત્યારે કોલેજ નો પરિવાર પણ ખુશ ખુશાલ થયો હતો અને એક સાથે માં ની બે બે ફરજો અદા અદા કરનાર માં ને ખરેખર સો સો સલામ છે ત્યારે બાળકને કોલેજમાં જ ગોડિયા માં હિંચકા સાથે બાળકની માં શાંતિ થી પરીક્ષા આપે તે પ્રકારનું પરીક્ષા સંચાલન કરનાર પ્રોફેસર રજણી સરે સારુ આયોજન કરી આપ્યું હતું અને કોલેજ પરિવારે પણ સાથ સહકાર આપ્યો હતો આમ માં એ પોતાના બાળક સાથે પરીક્ષા આપી ઉત્તમ એક માતાનું ઉદાહરણ પૂરું પાડ્યું








