ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લાના ટીંટોઈ ખાતે મહિલા અને બાળ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ -૨૦૦૫ અંગે સેમિનાર યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના ટીંટોઈ ખાતે મહિલા અને બાળ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ -૨૦૦૫ અંગે સેમિનાર યોજાયો

મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ 2005 હેઠળ કાયદાકીય માર્ગદર્શન હેતુ સેમિનાર યોજાયો હતો. ટીંટોઈ ખાતે યોજાયેલા આ સેમિનારમાં કાયદાના જાણકારો દ્વારા અને મહિલા અને બાળ વિભાગના અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા ઘરેલુ હિંસા સામે રક્ષણ મેળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મહિલાઓના હક અને અધિકારો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી. જેમાં ઘરમાં થતાં માનસિક અને શારીરિક અત્યાચાર વિરોધી કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી. અને મહિલાઓ માટે સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાકીય લાભો વિશે ચર્ચા કરીને સમગ્ર માહિતગાર કરવામાં આવ્યા.અરવલ્લીના ટીંટોઈ ખાતે આ કાર્યક્રમમાં અધિકારીઓ કર્મચારી ઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

[wptube id="1252022"]
Back to top button