
MORBI:મોરબીમાં નવા જિલ્લા પ્રમુખની નિમણૂંક બાદ કોંગ્રેસમાં ભડકો

મોરબીમાં નવા જિલ્લા પ્રમુખની નિમણૂંક બાદ કોંગ્રેસમાં ભડકો થયો છે અને આંતરિક વિખવાદ સર્જાયો છે. આજે જ પ્રદેશ કોંગ્રેસ દ્વારા કિશોર ચીખલીયાની મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેની સામે પૂર્વ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલ અને તેમના સમર્થકોએ બપોરે પત્રકાર પરિષદ કરી પ્રદેશ કોંગ્રેસના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.
પૂર્વ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલે કહ્યું કે કોંગ્રેસ સામે બળવો કરનારને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવાય એની સામે અમને વાંધો છે. જયંતીભાઈ પટેલે સમગ્ર ઘટના પાછળ બે પૂર્વ ધારાસભ્યો લલિત કાગથરા અને મહમદ જાવીદ પીરજાદાની ભૂમિકાની ટીકા કરી તેમના પર ઠીકરું ફોડ્યું હતું. કિશોર ચીખલીયાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂંક થયા બાદ મોરબી જિલ્લા કોંગ્રેસમાં જૂથવાદ બહાર આવ્યો છે.








