
વડનગર ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજીત ચોથો રક્તદાન કેમ્પ યોજાયો
જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી-
વડનગરની આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા માટે તંત્રનો સરાહનીય પ્રયાસ રક્તદાન કરવાથી અનેક નાગરિકોના જીવન બચાવની સાથે
માનવતાપૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે
દર મહિનાના ત્રીજા શુક્રવારે વડનગર ખાતે રક્તદાન કેમ્પ થકી રક્ત એક્ત્રીત કરવાની
જિલ્લા કલેકટરની અનોખી પહેલ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બાળ મરણ અને માતા મરણમાં ઘટાડો થાય તે માટે વડનગરની આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત નિવારણના ઉદ્દેશ સાથે રક્તદાન કેમ્પની અનોખી પહેલ શરૂ કરાઇ છે.જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વડનગરના સહયોગથી દર મહિનાના ત્રીજા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન વડનગર ખાતે કરવામાં આવે છે જે અંતર્ગત 19 મે ના રોજ ચોથા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટરની પ્રેરણાથી વડનગર ખાતે 17 ફેબ્રુઆરી,17 માર્ચ અને 21 એપ્રિલના રોજ રક્તદાન કેમ્પ યોજાઇ ગયો છે.જેમાં 17 ફેબ્રુઆરીના રોજ જિલ્લા કલેકટર એમ નાગરાજને રક્તદાન કરી રક્તદાતાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા.
મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એટલે જીવતદાનના મંત્ર સાથે અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત ન સર્જાય તેમજ માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ઘટે તેવા શુભ આશયથી વડનગરમાં હોસ્પિટલ આયોજીત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી અનેક નાગરિકોના જીવન બચાવની સાથે માનવતા પૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે. તેમણે ઉમેર્યું હતુ કે વડનગર સહિત આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા તંત્રએ અનોખી પહેલ કરી છે.તેમણે જણાવ્યું હતું કે માતા-મરણ અને બાળ મરણનુ મુખ્ય કારણ રક્તની અછત હોય છે.આવા સમયમાં અંતરીયાળ વિસ્તારમાં સહેલાઇથી રક્ત મળી જાય તો માતા મરણ અને બાળ મરણમાં ઘટાડો થશે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી દર મહિનાના ત્રીજા શુક્રવારે વડનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે.
જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા અને જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વડનગર દ્વારા વડનગર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ખેરાલુ પ્રાંત અધિકારી દક્ષેશ મકવાણા,વડનગરના મામલતદાર રોહિત અઘારા,અગ્રણી રાજુભાઈ મોદી સહિત અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





