મોરબી: એપાર્ટમેન્ટના પાર્કિંગમા જુગાર રમતી ચાર મહિલા ઝડપાઇ

મોરબીના નાની વાવડી ગામે ભુમી ટાવરની બાજુમાં શિવ શક્તિ એપાર્ટમેન્ટના પાર્કિંગમા તીનપત્તીનો જુગાર રમતી ચાર મહિલાઓ હંસાબેન બટુકભાઈ વ્યાસ (ઉ.વ.૪૯), સોનલબેન સંજયભાઈ ધાનજા (ઉ.વ.૪૩), પ્રભાબેન રમેશભાઈ ફુલતરીયા (ઉ.વ.૪૫), ગૌરીબેન શાંતીલાલ ચતુરભાઈ (ઉ.વ.૫૫) રહે. બધા નાની વાવડી ગામ તા. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૬૦૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








