MORBI:મોરબી જીલ્લામાં મારામારી તથા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ચાર ઇસમોને પાસા તળે જેલહવાલે

MORBI:મોરબી જીલ્લામાં મારામારી તથા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ચાર ઇસમોને પાસા તળે જેલહવાલે
મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી અનુસાર પી એ ઝાલા નાયબ પોલીસ અધિકારી મોરબી વિભાગ તથા એસ.એચ. સારડા નાયબ પોલીસ અધિકક્ષ વાંકાનેર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ ભૂતકાળમાં મારામારી અને પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ચાર ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ચાર ઇસમોના પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા જેથી એલસીબી ટીમના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન, હળવદ પોલીસ અને એલસીબી ટીમોએ પાસા વોરંટની બજવણી કરવામાં આવી હતી

જેમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ સાજીદ અલ્લારખા લંજા (ઉ.વ.૩૪) રહે રાજકોટ જંકશન પ્લોટ વાળાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત, મોસીન રફીક કડિયા (ઉ.વ.૩૧) રહે વાવડી રોડ મોરબી વાળાને મધ્યસ્થ જેલ વડોદરા તેમજ શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ ભાવેશ હરીશ ઉર્ફે હરેશભાઈ ચાવડા (ઉ.વ.૨૨) રહે સાપકડા તા. હળવદ વાળાને મધ્યસ્થ જેલ વડોદરા અને પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ મુસ્તાક જુસબ કાટિયા (ઉ.વ.૨૩) રહે મોરબી મચ્છી પીઠ વાળાને જીલ્લા જેલ જુનાગઢ હવાલે કરવામાં આવ્યો છે








