
મોરબી શહેર અને જીલ્લામાં ગંભીર ગુનાઓ સામાન્ય બની ગયા છે જેમાં એક જ દિવસમાં ગઈકાલે સામુહિક દુષ્કર્મ અને તાલુકા મથકમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જેમાં મહિલા બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે કન્યા છાત્રાલય રોડ પર આરોપી યશ દેસાઈએ તેની ઓફિસમાં પરિણીતાને બોલાવી હતી જ્યાં નશાકારક દ્રવ્ય પીવડાવતા પરિણીતા બેભાન બની ગઈ હતી અને બાદમાં ભાનમાં આવી ત્યારે આરોપી ધરમ ચૌહાણ નામનો ઇસમ નગ્ન અવસ્થામાં જોવા મળ્યો હતો અને મહિલાના શરીર પર પહેરેલા કપડા પણ બીજા હોવાનું માલૂમ પડ્યું હતું જેથી ભોગ બનનાર પરિણીતાએ તેના પતિને બોલાવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી

જે બનાવ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે એક અજાણ્યા ઇસમ સહીત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં આરોપી ધરમ ઉર્ફે ટીટો પ્રવીણભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫) રહે ઝુલતા પુલ બાજુમાં ખડીયાપરા મોરબી ૨, યશવંત ઉર્ફે યશ વિશ્વાસ્ભાઈ દેસાઈ (ઉ.વ.૨૦) રહે ઓમશાંતિ પાર્ક, કન્યા છાત્રાલય રોડ મોરબી, અભય ઉર્ફે અભી દિનેશભાઈ જીવાણી (ઉ.વ.૨૦) રહે ઓમ શાંતિ પાર્ક, કન્યા છાત્રાલય રોડ મોરબી અને રવિ દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ.૩૧) રહે મૂળ બોટાદ આનંદધામ સોસાયટી હાલ મોરબી ઓમ શાંતિ પાર્ક કન્યા છાત્રાલય રોડ મોરબી એમ ચાર ઇસમોને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે









