GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં જામશે પરંપરાગત રમતોની રમઝટ સ્પર્ધામાં ભાગ લેવા ફોર્મ ભરી શકાશે

મોરબીમાં જામશે પરંપરાગત રમતોની રમઝટ સ્પર્ધામાં ભાગ લેવા ફોર્મ ભરી શકાશે

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મોરબી ખાતે પરંપરાગત રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.

આ સ્પર્ધામાં આપણી જૂની રમતો જેવી કે દોરડા કૂદ(જમ્પ રોપ), સાટોલિયું(લગોરી), લંગડી, માટીની કુસ્તી, કલરીપટટુ વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ મોરબી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરીએ, રૂષભનગર-૨, ઓમ શાંતિ પ્રી-સ્કુલની બાજુમાં, મહારાણા પ્રતાપ(ગેંડા) સર્કલ, મોરબી ખાતેથી ફોર્મ મેળવી તા.૨૦/૦૧/૨૦૨૪ સુધીમાં ફોર્મ ભરીને જમા કરાવવાનું રહેશે.

વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરીના ફોન નંબર- ૯૫૧૨૧૬૮૩૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button