
મજૂરી કામ કરી ઘર ચલાવતા જ્યોત્સનાબહેન માટે સાકાર થયું તેમનું ‘ઘરનું ઘર’
પ્રધાનમંત્રી આવાસ યોજનાના થકી મોરબી જિલ્લાનાં અનેક પરિવારોને મળ્યાં તેમના ‘ઘરના ઘર’
પ્રધાનમંત્રી આવાસ યોજનાના થકી મોરબી જિલ્લાનાં અનેક પરિવારોનું ‘ઘરનું ઘર’નું સપનું થયું છે સાકર. મોરબી તાલુકાના પીપળીયા ગામમાં રહેતા જ્યોત્સનાબેન ભીખાભાઈ દેલવાડિયા ૧૦ સભ્યોનો એક પરિવાર છે. જેવો મજૂરી કામ કરવાની સાથે પોતાનું ઘર પણ સારી રીતે ચલાવી જાણે છે તેમને મજૂરી કામ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણકારી મળી. તેઓ જણાવે છે કે, ” અમારા પરિવારમાં ૧૦ સભ્યો છે. અમારી પાસે રહેવા માટે મકાન ન હતું ત્યારે અમે ગામમાં ભાડે રહેતા હતા. જેના કારણે ઘર ચલાવવામાં મુશ્કેલી થતી હતી. જ્યારે મને આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણ થઈ અને ફોર્મ ભર્યુ. જેના થકી આજે મારે રહેવા માટે ‘ ઘરનું ઘર ‘ છે. હવે અમે ભાડાના રૂપિયા બચાવીને બાળકોને સારી રીતે ભણાવી શકીએ છીએ.”

આ અંગે ગ્રામસેવક કાનાભાઇ એન. ગચ્ચરનાં જણાવ્યા અનુસાર જ્યોત્સના બહેનનો પરિવાર નાના ઝુપડામાં રહેતા હતા, જ્યાં પાયાની પુરી સગવડતા મળતી નહી. જેના કારણે ઠંડી, ગરમી, વરસાદમાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. પણ હવે આવસ યોજનાની સહાયથી જ્યોત્સના બહેનનો પરિવાર સારા વાતાવરણમાં પુરતી સુખ સગવતા સાથે જીવન ગુજારે છે.









