MORBIMORBI CITY / TALUKO

ઝૂલતાપૂલ દુર્ઘટનામાં ત્રણે પુત્રો ગુમાવનાર માતા-પિતાને ત્યાં ફરી પારણું બંધાણું, પુત્રનો જન્મ થયો

૩૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ મોરબી શહેરમાં મચ્છુ નદી પર રાહદારી પુલ ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે ઓછામાં ઓછાં ૧૪૧ લોકોનાં મોત થયા. જેમાં મોરબીના સામાંકાંઠે રહેતા સામાન્ય પરિવારે ઝૂલતાપૂલની દુર્ઘટનામાં ત્રણે ત્રણ પુત્રો ગુમાવ્યા હતા. મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ ગાંધી સોસાયટીની અંદર આવેલા બૌદ્ધનગરમાં રહેતા રાજુભાઈ મૂછડીયા મજુરી કામ કરીને પરિવારનું ભરણ પોષણ કરે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્રો જ હતા. જેમાં ચિરાગ રાજુભાઇ મૂછડીયા (ઉ.વ.19), ધાર્મિક (ઉ.વ.18) અને ચેતન (ઉ.વ.16) હજુ તો યુવાન બને અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય તે પહેલાં ઝૂલતાપૂલ દુર્ઘટનાએ છીનવી લીધા હતા.
ઝૂલતાપૂલની દુર્ઘટનામાં સર્વસ્વ ગુમાવી દેતા સામાન્ય પરિવારના માતાપિતા ભાંગી પડ્યા હતા.પણ કુદરત ફરી તેમના ઘરે પારણું બંધાણું અને તેમના ઘરે ફરી પુત્ર નો જન્મ થયો. જેથી પરિવાર માં ખુશીનો માહોલ જોવા મળ્યો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button